રેલનગર અંડરબ્રિજ પાસે આધેડે દારૂના નશામાં ટ્રેન હેઠળ ઝંપલાવ્યું; બંને પગ કપાઇ ગયા

શહેરમાં ભોમેશ્ર્વર વિસ્તારમાં રહેતા આધેડ ભૂતનાથ મહાવેદ મંદિરે દર્શન કરી પોતાનુ સ્કૂટર લઇ રેલનગરમાં જઇ રહ્યા હતા ત્યારે દારૂના નશામાં રેલનગર અંડરબ્રિજ પાસેે ટ્રેન હેઠળ…

શહેરમાં ભોમેશ્ર્વર વિસ્તારમાં રહેતા આધેડ ભૂતનાથ મહાવેદ મંદિરે દર્શન કરી પોતાનુ સ્કૂટર લઇ રેલનગરમાં જઇ રહ્યા હતા ત્યારે દારૂના નશામાં રેલનગર અંડરબ્રિજ પાસેે ટ્રેન હેઠળ ઝંપલાવ્યુ હતું. આધેડના બંને પગ કપાઇ જતા લોહી લુહાણ હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ભોમેશ્ર્વર વિસ્તારમાં રહેતા રાજેશભાઇ ગુણવતભાઇ ચારોલા નામના 50 વર્ષના આધેડે સવારના નવેક વાગ્યાના અરસામા રેલનગર અંડરબ્રિજ પાસે ટ્રેન હેઠળ પડતુ મુકતા બંને પગ કપાઇ ગયા હતા. ઘટનાની જાણ થતા જ રાહદારીઓ અને પોલીસ સ્ટાફ દોડી ગયો હતો. આધેડને લોહી લુહાણ હાલતમાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.

પ્રાથમિક પૂછપરછમાં રાજેશભાઇ ચારોલા ત્રણ ભાઇ એક બહેનમાં મોટા અને મંડપ સર્વિસમાં નોકરી કરે છે. રાજેશભાઇ ચારોલાને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. રાજેશભાઇ ચારોલા સવારે નિત્યક્રમ મુજબ ભૂતનાથ મહાદેવના મંદિરે આરતીમાં ગયા હતા. જ્યાથી પોતાનુ સ્કૂટર લઇને રેલનગરમાં જતા હતા ત્યારે દારૂના નશામાં પગલું ભર્યુ હોવાનું જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.