ભગવતીપરાના આધેડનું હાર્ટએટેકથી મોત

રાજકોટમાં હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ એક જિંદગી શ્વાસના ધબકારા ચૂકી ગઈ છે. જેમાં ભગવતીપરામાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત નિપજતા પરિવારમાં શોકની…

રાજકોટમાં હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ એક જિંદગી શ્વાસના ધબકારા ચૂકી ગઈ છે. જેમાં ભગવતીપરામાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં ભગવતીપરા વિસ્તારમાં આશાબાપીરની દરગાહ નજીક રહેતા હરિભાઈ લક્ષમણભાઇ સરવૈયા નામના 49 વર્ષના આધેડ પોતાના ઘરે હતા ત્યારે સવારના સાડા આઠેક વાગ્યાના અરસામાં બેભાન હાલતમાં ઢળી પડતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું હદયરોગના હુમલાથી મોત નીપજયુ હોવાનું તબીબે જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.

આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં શહેરની ભાગોળે આવેલા મેટોડા ગેટ નંબર ત્રણ પાસે બે દિવસ પૂર્વે સવારના સાડા નવેક વાગ્યાના સમયે આશરે 51 વર્ષના આધેડ આચકીની બીમારી સબબ બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા આધેડને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગે મેટોડા પોલીસે મૃતક આધેડના વાલી વારસની શોધખોળ હાથ ધરી છે.