મોરબી નજીક હિટ એન્ડ રનમાં આધેડનું મૃત્યુ

મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પર હીટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં રાહદારી આધેડને ઠોકર મારી મોત નીપજાવી અજાણ્યો વાહનચાલક નાસી ગયો હતો પોલીસે ફરિયાદ…

મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પર હીટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં રાહદારી આધેડને ઠોકર મારી મોત નીપજાવી અજાણ્યો વાહનચાલક નાસી ગયો હતો પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.

મોરબીના રફાળેશ્વર ગામે રહેતા મનીષભાઈ લાભુભાઈ રૂૂદાતલા (ઉ.વ.24) વાળાએ અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 10 ના રાત્રીના સાડા આઠેક વાગ્યે ફરિયાદીના પિતા લાભુભાઈ રૂૂદાતલા મોરબી વાંકાનેર હાઈવે પર બાપા સીતારામ મઢુલી સામે ચાલીને રોડ ક્રોસ કરતા હોય ત્યારે અજાણ્યા વાહનચાલકે ઠોકર મારી માથા અને શરીરે ગંભીર ઇજ પહોંચાડી મોત નીપજાવ્યું હતું અને નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કર્યા વગર પોતાનું વાહન લઈને નાસી ગયો હતો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

વીજશોકથી શ્રમિકનું મોત, અન્ય એકને ઈજા
સરતાનપર રોડ પરના કારખાનામાં કામ કરતા શ્રમિકને વીજશોક લાગતા તેની સાથે કામ કરતા એક વ્યક્તિ બચાવવા જતા તેને પણ શોટ લાગ્યો હતો અને બંનેને સારવાર માટે ખસેડતા એક શ્રમિકનું મોત થયું હતું.
મૂળ ઓરિસ્સાના વતની હાલ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ લેજોરા સિરામિકમાં રહીને કામ કરતા બીરેન્દ્ર જુધીષ્ઠીર છતરીયા (ઉ.વ.41) નામના યુવાનને અકસ્માતે શોટ લાગતા તેની સાથે કામ કરતા પ્રિન્સ મિશ્રા બચાવવા જતા તેને પણ શોટ લાગતા બંને બેભાન થઇ જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં બિરેન્દ્રભાઈનું મોત થયું હતું અને પ્રિન્સ મિશ્રાને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે વાંકાનેર તાલુકા પોલીસે બનાવ મામલે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

ચાલકનું હાર્ટ એટેકથી મોત
માટેલ રોડ પરની ફેકટરીમાં ટ્રક ખાલી કરવા આવેલા ટ્રક ચાલકને હાર્ટ એટેક આવતા મોત થયું હતું પોલીસે બનાવ મામલે તપાસ હાથ ધરી છે. રાજસ્થાનના વતની હાલ વાંકાનેરના ભાયાતી જાંબુડિયા પાસે પદ્માવતી ટ્રાન્સપોર્ટમાં રહેતા વિજેન્દ્રસિંહ જ્ઞાનસિંહ રાજપૂત (ઉ.વ.32) નામના ટ્રક ચાલક માટેલ રોડ પર બોન્જા સિરામિકમાં ટ્રક ખાલી કરવા આવ્યો હતો અને પાર્કિંગમાં ટ્રક રાખી બેઠો હતો ત્યારે હાર્ટ એટેક આવતા મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.