Site icon Gujarat Mirror

મેટોડાના વ્યાજખોરે શખ્સને પાસા હેઠળ જેલ હવાલે કરાયો

નિર્દોષ નાગરિકોને વ્યાજના વિષચક્રમાં ફસાવનાર મેટોડાના રીઢા વ્યાજખોર વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરી તેને મેહસાણા જેલ હવાલે ધકેલી દેવામાં આવ્યો હતો. પાસા હેઠળ કાર્યવાહી કરવા મેટોડા જીઆઇડીસી પોલીસ દ્વારા તૈયાર કરેલા દરખાસ્તમાં જીલ્લા કલેક્ટર દ્વારા પાસા હુકમ મંજુર કરવામાં આવ્યો હતો.

મેટોડા જીઆઇડીસી વિસ્તારમાં ખીરસરાગામ ખાતે રહી લાંબા સમયથી લાયસન્સ વગર વ્યાજવટાવનો ધંધો કરતા જીતેંદ્ર અમૃતભાઇ રત્નોતર વાળો અનેક મધ્યમવર્ગીય પરિવારોને ઉંચા વ્યાજે નાણા આપી તેમની પાસેથી કોરા ચેક અને મિલકતના કાગળો પડાવી લીધા હતા અને મુદલ કરતા અનેકગણુ વ્યાજ વસુલ્યા બાદ પણ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી માનસીક ત્રાસ આપવામા આવતો હતો જેથી આ વ્યાજખોર વિરૂૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી હતી જેને જીલ્લા કલેક્ટર દ્વારા પાસા હુકમ મંજુર કરવામાં આવતા જીતેંદ્ર અમૃતભાઇ રત્નોતરને પાસા હેઠળ મહેસાણા જેલ હવાલે કર્યો હતો.

રેંજ આઈજી અશોકકુમાર યાદવ સાથે પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જરની સુચનાથી મેટોડા જીઆઇડીસીના પી.આઈ એસ.એચ શર્મા એલ.સી.બીના પી.આઈ વી.વી.ઓડેદરા સાથે પીએસઆઈ એન.બી.ઝાલા,એ.એસ.આઇ. બાલકૃષ્ણ ત્રીવેદી તથા અમીતસિંહ જાડેજા તથા એ.એસ.આઇ. મયુરસિંહ ઝાલા તથ .હેડ.કોન્સ. યોગીરાજસિંહ જાડેજા, ઉપેન્દ્રસિંહ ગોહિલ તથા પો.કોન્સ. સુભાષભાઇ લાવડીયાએ કામગીરી કરી હતી.

Exit mobile version