માળિયા તાલુકાના ભાવપર ગામે ટ્રેનની અડફેટે માનસિક અસ્થિર આધેડનું મૃત્યુ

બેલા ગામે અગમ્ય કારણોસર પરપ્રાંતીય યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત માળિયા તાલુકાના ભાવપર ગામની રેલ્વે ફાટક નજીક રેલ્વે ટ્રેક પર ટ્રેનની હડફેટે ચડી જતા માનસિક અસ્થિર…

બેલા ગામે અગમ્ય કારણોસર પરપ્રાંતીય યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત

માળિયા તાલુકાના ભાવપર ગામની રેલ્વે ફાટક નજીક રેલ્વે ટ્રેક પર ટ્રેનની હડફેટે ચડી જતા માનસિક અસ્થિર આધેડનું મોત થયું છે પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

માળિયા તાલુકાના ભાવપર ગામના રહેવાસી રમેશભાઈ બચુભાઈ ચાવડા (ઉ.વ.47) પાંચેક વર્ષથી માનસિક અસ્થિર હોય અને ગત તા. 14 ના રોજ સાંજના સમયે ભાવપર ગામે રેલ્વે ફાટક નજીક પાટા પર રેલ્વેની ઠોકરે ચડી જતા માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત નીપજ્યું છે માળિયા (મી.) પોલીસે બનાવ અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગળાફાંસો
મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ પેકેજીંગ કારખાનાની લેબર કોલોનીમાં 28 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ લેતા મોત થયું છે પોલીસે બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે. મોરબીના બેલા ગામની સીમમાં આવેલ શ્રી રામ સિરામિક પેકેજીંગમાં રહીને કામ કરતા અજીતકુમાર કૃષ્ણદેવ યાદવ (ઉ.વ.28) નામના યુવાને લેબર કોલોનીમાં કોઈ કારણોસર પોતાની જાતે ગળેફાંસો ખાઈ આયખું ટુંકાવ્યું હતું મોરબી તાલુકા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે.