એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સપેક્ટર વી.વી.ઓડેદરા સાહેબ તથા પો.સબ.ઇન્સ એચ.સી. ગોહીલ તથા આર.વી. ભીમાણી સાહેબ ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના માણસો કાર્યરત હતા એ દરમ્યાન એ.એસ.આઇ. શક્તિસિંહ જાડેજા તથા વિજયસિંહ જાડેજા તથા પો.હેડ.કોન્સ કૌશીકભાઇ જોષી તથા અરવિંદસિંહ જાડેજા ને મળેલ સંયુક્ત હકીકત આધારે ઉપલેટા નાગનાથ ચોક પાસે થી એક ઇસમને ઇંગ્લીશદારૂૂ ના જથ્થા સાથે કુલ રૂૂ. 2,94,310/- ના મુદામાલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી સારૂૂ ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપી કાયદેસર કાર્યવાહી કરેલ છે.
અટક કરેલ આરોપી દીપ ઉર્ફ ટીલ્યો કીરીટભાઇ રાઠોડ જાતે દરજી ઉ.વ. 33 રહે. ઉપલેટા કૃષ્ણકેક ઓઇલમીલ રોડ વિજયનગર સોસાયટી બ્લોક નંબર 19 પાસેથી (1) ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂૂની નાની મોટી ફૂલ બોટલ નંગ 324 કી રૂૂ. 2,74,310/- (2) મોબાઇલ ફોન નંગ-1 કી રૂૂ 20,000/- ફૂલ મુદામાલ કી રૂૂ 2,94,310/- જપ્ત કર્યો હતો.

