Site icon Gujarat Mirror

ગુજરાતમાં મેઘમહેર: છેલ્લા 24 કલાકમાં 220 તાલુકામાં વરસાદ, બોટાદમાં કાર તણાઈ, 6 લોકો ગુમ

 

રાજ્યમાં સાર્વત્રિક ચોમાસાની જમાવટ થઇ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 220 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ બોટાદના ગઢડા તાલુકામાં ખાબકયો છે. ગઢડામાં 13 ઇંચ વરસાદ નોંધાયો છે. બીજા નંબરે સૌથી વધુ વરસાદ ભાવનગરના સિંહોરમાં નોંધાયો. સિંહોરમાં 12 ઇંચ વરસાદ પડ્યો તો પાલિતાણામાં સાડા અગિયાર ઇંચ વરસાદ ખાબક્યો છે.

છેલ્લા 24 કલાકમાં બોટાદના ગઢડા તાલુકામાં સાડા 13 ઈંચ,, ભાવનગરના પાલિતાણામાં 12 ઈંચ, શિહોરમાં 12 ઈંચ. જેશરમાં 11 ઈંચ, ઉમરાલામાં 11 ઈંચ, અમરેલીના સાવરકુંડલામાં 10 ઈંચ, બોટાદ શહેરમાં 10 ઈંચ, મહુવામાં 9 ઈંચ, રાજુલામાં સાડા 7 ઈંચ, અમરેલીમાં 7 ઈંચ, લીલા તાલુકામાં સાડા 6 ઈંચ, વલ્લભીપુરમાં સાડા 6 ઈંચ, તલાજામાં 6 ઈંચ, ગારિયાઘારમાં 6 ઈંચ, ચોટિલામાં સાડા 5 ઈંચ, હાંસોટમાં સાડા 5 ઈંચ, વિંછીયામાં સાડા 5 ઈંચ, મોરબીમાં સાડા 4 ઈંચ વરસાદ નોંધાયો છે. આજે સાત જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ધોધમારની આગાહી છે.

રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. જેમાં ખાસ કરીને ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે બોટાદમાં લાઠીદડ ગામ પાસે એક ઈકો કાર તણાઇ હતી. કારમાં 8 લોકો સવાર હતા જેમાં 2 લોકોને બચાવી લેવાયા આવ્યા જ્યારે 6 લોકો હજુ ગુમ છે. મોડી રાતથી જ તેમને શોધવા માટે કામગીરી ચાલી રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર કારમાં સવાર લાઠીદડ ગામનો ચૌહાણ પરિવાર તણાયો હતો. કાર તણાઇ હોવાના સમાચાર મળતાં તંત્ર દ્વારા રાહત મોડી રાતથી બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં 10 કલાક જેટલો સમય વિતી ગયો હોવા છતાં હજુ પણ 6 લોકો ગુમ છે, જ્યારે બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

Exit mobile version