RMCના કર્મચારીઓને અપાતી તબીબી સહાયને બ્રેક, રસ્તાના કામ માટે 170 કરોડ મંજૂર

કર્મચારીઓની તબીબી સહાય માટે નવેસરથી નીતિ બનશે, ત્યાં સુધી સહાયનું ચુકવણુ બંધ રાખવા ચેરમેન પરેશ પીપળિયાનો નિર્ણય : સ્માર્ટ સિટીમાં ફાયર સ્ટેશન બનાવવા નક્કી કરેલી…

કર્મચારીઓની તબીબી સહાય માટે નવેસરથી નીતિ બનશે, ત્યાં સુધી સહાયનું ચુકવણુ બંધ રાખવા ચેરમેન પરેશ પીપળિયાનો નિર્ણય : સ્માર્ટ સિટીમાં ફાયર સ્ટેશન બનાવવા નક્કી કરેલી જગ્યા રામાપીર ચોકડી સ્ટેશનથી નજીક હોવાથી દરખાસ્ત રદ

કોઈપણ જીવને તબીબી સેવા, સુવિધા કે સહાય પૂરી પાડવી એ હંમેશાં માનવતાવાદી અને આવકારદાયક પગલું ગણાય છે. પરંતુ, જ્યારે સરકારી કે અર્ધસરકારી સંસ્થાઓમાં નાણાંના વહીવટ અને પારદર્શિતાની વાત આવે ત્યારે જાગરૂૂકતા અનિવાર્ય બની જાય છે. અહીં વાત છે રાજકોટ મનપાની. પાંચ આંકડાનો પગાર મેળવતા કર્મચારીઓ માટે દર વર્ષે કરોડો રૂૂપિયાની તબીબી સહાય ચૂકવવામાં આવતી હોવાની બાબતે એક અભ્યાસના અંતે કર્મચારીઓની તબીબી સહાયને બ્રેક મારી દેવાનો નિર્ણય સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પીપળિયાએ લીધો હતો. તબીબી સહાય માટે એક નવી નીતિ બનશે. સર્વગ્રાહી નિર્ણય લેવામા ન આવે ત્યા સુધી સહાયનું ચુકવણુ ન કરવુ તેવી ટકોર પણ ચેરમેન પીપળિયાએ કરી હતી. તબીબી સહાય આપવાના હેતુ સામે કોઈ શંકા નથી, પરંતુ તેનો દુરુપયોગ થતો અટકાવવા માટે મનપાના શાસકોએ કડક પગલાં લેવાનું શરૂૂ કર્યું છે. દરમિયાત અન્ય દરખાસ્તમાં નુતન વર્ષના પ્રારંભે શહેરીજનોને 170 કરોડના રસ્તા માટેની સુવિધાની ભેટ આપવાનો નિર્ણય લેવાયો હતો.

મળેલી માહિતી અનુસાર, મનપાના વર્તમાન શાસકોના ધ્યાને કેટલાક ચોંકાવનારા કિસ્સા આવ્યા હતા. જેમાં સામાન્ય બીમારીઓજેની સારવાર ઘરે રહીને સરળતાથી થઈ શકે તેમ હોયતેના માટે પણ ચાલુ પગારે મેડિકલ લીવ મેળવીને હોસ્પિટલમાં દાખલ થઈ જવાના અને ત્યારબાદ મસમોટા ખર્ચની ફાઇલો મંજૂરી માટે રજૂ કરવાના પ્રકરણો સામે આવ્યા હતા. આવા કિસ્સાઓ પ્રકાશમાં આવતા તંત્રમાં ચર્ચા જાગી હતી કે શું ખરેખર આટલા મોટા પ્રમાણમાં મેડિકલ ખર્ચની જરૂૂરિયાત છે કે પછી સિસ્ટમનો દુરુપયોગ થઈ રહ્યો છે?

આજના દિવસે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ બાબત પર ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક સમક્ષ દોઢ ડઝન જેટલા કર્મચારીઓ માટે રૂૂ. અડધા કરોડથી વધુની તબીબી સહાય ચૂકવવાની દરખાસ્ત મંજૂરી અર્થે રજૂ કરવામાં આવી હતી. પરંતુ, સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળિયાએ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા બાદ આ દરખાસ્તની મંજૂરી પર બ્રેક લગાવી દીધી હતી. ચેરમેને સ્પષ્ટ શબ્દોમાં જાહેરાત કરી હતી કે, જ્યાં સુધી કર્મચારીઓની તબીબી સહાય માટે કોઈ સચોટ અને પારદર્શક નીતિ નહીં બને, ત્યાં સુધી આ પ્રકારે કોઈ ચૂકવણી કરવામાં આવશે નહીં.

એક તરફ તબીબી સહાયની ફાઇલો અટકાવીને નાણાકીય અનુશાસનનાં દર્શન કરાવવામાં આવ્યા છે, તો બીજી તરફ શહેરીજનોની દીર્ઘકાલીન સમસ્યાને ધ્યાનમાં રાખીને એક મોટો વિકાસકીય નિર્ણય લેવામાં આવ્યો છે. નવા વર્ષમાં શહેરીજનોને ખખડધજ અને ખાડાવાળા રસ્તાઓની હાડમારીમાંથી કાયમી મુક્તિ મળે તે હેતુસર સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મોટો આર્થિક નિર્ણય લેવાયો છે. શહેરના ત્રણેય ઝોનમાં નવા રસ્તાઓનું નિર્માણ કરવા, જૂના રસ્તાઓનું રિપેરિંગ કરવા, પેચવર્ક કામગીરી હાથ ધરવા તેમજ કાચા રસ્તાઓ પર મોરમ પાથરવા માટે રૂૂપિયા 170 કરોડના માતબર ખર્ચને સ્ટેન્ડિંગ કમિટીએ સર્વાનુમતે મંજૂરી આપી દીધી છે.
દરમિયાન રૈયા સ્માર્ટ સિટીમાં નવુ આધુનિક ફાયર સ્ટેશન બનાવવાની દરખાસ્ત હતી. જે સ્થળ નક્કી કરવામા આવ્યુ હતુ તે રામાપીર ચોકડીના ફાયર સ્ટેશનથી માત્ર 2 જ કી.મી. દૂર હોવાથી નવી જગ્યા પસંદ કરવાનો નિર્ણય લઇને દરખાસ્ત રદ કરવામા આવી હતી.

શાસકોએ કરકસરના નામે સ્થગિત કરેલા કામ ચાલુ કરવા અંગે કમિશનરે મંજૂરી માગતી દરખાસ્ત પરત
ખાડી યુધ્ધ બાદ વૈશ્વિક આર્થિક સંકટની અસર ભારત અને રાજકોટ મનપાને પણ થઇ છે. નાણાકીય ખર્ચ ઉપર કાપ મુકવા માટે શાસકોએ જે તે વખતે નિર્ણય લીધો હતો અને બજેટ પૈકી 886 કરોડના કામ સ્થગિત કરી દીધા હતા. મહત્વની પ્રાયોરિટી મુજબ કામ ચાલુ કરવા માટે શાસકોએ ચારણો માર્યો હતો. આ સંદર્ભે કમિશનરે શાસકોએ જે કામ સ્થગિત કરેલા હતા તે ચાલુ કરવા માટે મંજૂરી માગતી દરખાસ્ત આજે સ્ટેન્ડિંગ કમિટીમાં મોકલી હતી. પરંતુ આજની સ્થિતિએ પણ આર્થિક સ્થિતિ હજુ સ્થિર થઇ ન હોય તેવા અભ્યાસ બાદ કમિશનરે માગેલી મંજૂરીની દરખાસ્ત શાસકોએ પરત ધકેલી દીધી છે.

તિરંગા યાત્રાનો 1.85 લાખનો ખર્ચ અર્જન્ટ દરખાસ્ત મુકી મંજૂર
રાજકોટ મનપાની આજે યોજાયેલ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં બે અર્જન્ટ દરખાસ્ત મુકાઇ હતી. 13 ઓગષ્ટના રોજ રાજકોટ શહેરમાં ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. જે માટે 1.85 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો. આજથી શરૂ થતાં દિવાળી કાર્નિવલના ખર્ચ માટે પણ અર્જન્ટ દરખાસ્ત મુકાઇ હતી. દિવાળી કાર્નિવલ માટે 34.95 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે.

રસ્તા પર ધૂળનું પ્રદૂષણ ઘટાડવા પાણીનો સ્પ્રિંકલ છંટકાવ કરતું મશીન ખરીદવાનું નામંજૂર
રાજકોટમાં જે વિસ્તાર અને રાજમાર્ગો પર ધુળનું પ્રદુષણ છે ત્યા ધુળ હવામાં ઉડવાના બદલે જમીનના સ્તર પર જ રહે તેવી ટેકનોલોજીયુક્ત ટ્રક માઉન્ટેડ મીસ્ટ કેનન વાહન, કે જેમા સ્પ્રિંકલ છંટકાવથી ધુળ ઉપર આવતી નથી. આવુ મશીન ખરીદી માટે રૂૂ.51,00000 પ્રતિ વાહન, પાંચ વર્ષનું ઓ.એન્ડ.એમ. કામનો ખર્ચ રૂૂ.5,99,21,250 મંજૂર કરવા માટે આવેલી દરખાસ્ત નામંજુર કરવામા આવી હતી. આવા મશીનથી પાણીનો બગાડ થતો હોવાનો અભિપ્રાય આપી ચેરમેને દરખાસ્ત નામંજૂર કરી હતી.

રસ્તા પર ધૂળનું પ્રદૂષણ ઘટાડવા પાણીનો સ્પ્રિંકલ છંટકાવ કરતું મશીન ખરીદવાનું નામંજૂર
રાજકોટમાં જે વિસ્તાર અને રાજમાર્ગો પર ધુળનું પ્રદુષણ છે ત્યા ધુળ હવામાં ઉડવાના બદલે જમીનના સ્તર પર જ રહે તેવી ટેકનોલોજીયુક્ત ટ્રક માઉન્ટેડ મીસ્ટ કેનન વાહન, કે જેમા સ્પ્રિંકલ છંટકાવથી ધુળ ઉપર આવતી નથી. આવુ મશીન ખરીદી માટે રૂૂ.51,00000 પ્રતિ વાહન, પાંચ વર્ષનું ઓ.એન્ડ.એમ. કામનો ખર્ચ રૂૂ.5,99,21,250 મંજૂર કરવા માટે આવેલી દરખાસ્ત નામંજુર કરવામા આવી હતી. આવા મશીનથી પાણીનો બગાડ થતો હોવાનો અભિપ્રાય આપી ચેરમેને દરખાસ્ત નામંજૂર કરી હતી.

ત્રણેય ઝોનમાં થઇને કુલ 136 રનીંગ કિ.મી.ના નવા રસ્તા બનશે
આ વર્ષે ચોમાસામાં જોઇએ તેવો વરસાદ પડ્યો નથી. આમછતા શહેરના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્ય ઝાપટામાં પણ રોડ ધોવાઇ ગયા છે. આવા રોડ રિપેર કરવા ઉપરાંત નવા રસ્તા બનાવવા માટે જે તે વોર્ડના ઇજનેરોએ સર્વે કરીને તૈયાર કરેલા એસ્ટિમેટ મુજબ 136 રનીંગ કી.મી.માં રસ્તાના કામ કરવાના થાય છે. જેના માટે 170.80 કરોડનું ભંડોળ સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કર્યુ છે.

રણુજા મંદિર અને વોર્ડ નં.4માં બ્રિજ બનાવવા સહિત મંજૂર થયેલા અન્ય કામ
* વોર્ડ નં.4માં ઓમ પાર્ક મેઇન રોડ પર બ્રિજ બનાવવા માટે રૂૂ.2,83,35,253 મંજૂર
* મોરબી રોડ બેડી મેઇન ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશન અને કોઠારિયા હનુમાન મંદિર(નવુ) ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશનના કોમ્પ્રિહેન્સીવ ઓ.એન્ડ.એમ બે વર્ષના કોન્ટ્રાક્ટથી કામ કરવા રૂૂ.1,76,92,426 મંજૂર
* વોર્ડ નં.3માં કોન્ટ્રાક્ટ બેઇઝથી ભુગર્ભ ગટરની સમસ્યા દૂર કરવા એજન્સીને રૂૂ.46,76,672ના ખર્ચે કામ અપાશે.
* શહેરના જુદા જુદા વોર્ડમાં સફાઇની કામગીરી કરતી સખી મંડળોની ગ્રાન્ટમાં વધારો કરવામા આવશે.(સખી મંડળના એક સભ્ય દીઠ રૂૂ.180 પ્રતિ દિવસનો વધારો)
* રામવન રોડ પર નેશનલ હાઇ-વ પાસે રૂૂ.20,39, 7877ના ખર્ચે નવી વોર્ડ ઓફિસ બનશે.
* કોઠારિયામાં રણુજા મંદિર પાસે બ્રીજ બનશે.