રાજ્યના 21 પી.આઇ.ની સામૂહિક બદલી

14 પી.આઇ.ને એસીબીમાં મુકાયા અને આઇબીના 7 પી.આઇ. પણ બદલાયા સ્થાનિક સ્વરાજની ચુંટણી બાદ રાજ્યના પોલીસ તંત્રમાં ધરખમ ફેરફારોની શરૂૂઆત થઈ ચૂકી છે. ગુજરાતના પોલીસ…

14 પી.આઇ.ને એસીબીમાં મુકાયા અને આઇબીના 7 પી.આઇ. પણ બદલાયા

સ્થાનિક સ્વરાજની ચુંટણી બાદ રાજ્યના પોલીસ તંત્રમાં ધરખમ ફેરફારોની શરૂૂઆત થઈ ચૂકી છે. ગુજરાતના પોલીસ વડા વિવિધ જિલ્લાઓ અને વિભાગોમાં ફરજ બજાવતા 21 જેટલા પી.આઈ.ની બદલી કરવામાં આવી છે. આ બદલીના આદેશમાં 14 પી.આઈ.ને લાંચ રુશ્વત વિરોધી બ્યુરો માં અને 7 પી.આઈ.ને ગુપ્તચર વિભાગ માંથી અન્યત્ર ખસેડવામાં આવ્યા છે.

ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનને વેગ આપવા અથવા વહીવટી જરૂૂરિયાત મુજબ, રાજ્યના વિવિધ જિલ્લાઓ અને તાલીમ કેન્દ્રોમાંથી 14 અનુભવી પી.આઈ.ને એસીબી માં મૂકવામાં આવ્યા છે. જેમાં ખેડાના એમ.કે. પટેલ, પંચમહાલના બી.એન. મોઢવાડીયા, અને દાહોદના બી.કે. ચાવડાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પી.ટી.એસ. વડોદરાના બે અધિકારીઓ એમ.એચ. પઠાણ અને એન.એમ. તલાટીની પણ એસીબીમાં બદલી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાંથી મોરબીના એસ.કે. ચોરેલ, પોરબંદરના આર.સી. કાનમીયા અને ભાવનગરના એસ.એમ. પઠાણ તેમજ સી.આઈ.ડી. ક્રાઈમના એચ. વી. ચૌધરી , આઈબીના જે. એન. ચાવડા , સુરત ગ્રામ્યના પી. વાય. ચિત્તે, સાબરકાંઠાના એસ. એમ. લાસણ , સુરેન્દ્રનગરના ડી. આર. બોરૈયા અને જી.પી.એ. કરાઈ પી. સી. મોલીયાને એસીબીમાં મુકવામાં આવ્યા છે.

ઉપરાંત ઇન્ટેલીજન્સ વિભાગ અને અન્ય ફેરફારો કરવામાં આવ્યા છે જેમાં ઇન્ટેલીજન્સ બ્યુરોમાં ફરજ બજાવતા 7 અધિકારીઓને અન્યત્ર ખસેડવામાં આવ્યા છે. વી. ત્રિવેદી: ઇન્ટેલીજન્સથી અમદાવાદ શહેર,એચ. પી. ઝાલા: ઇન્ટેલીજન્સથી સાબરકાંઠા, આર. કે. અમીન: ઇન્ટેલીજન્સથી વાવ-થરાદ,કે. એલ. પટણી: ઇન્ટેલીજન્સથી ભરૂૂચ,પી. કે. પટેલ: ઇન્ટેલીજન્સથી એ.સી.બી.,કે. જે. ગોસ્વામી: ઇન્ટેલીજન્સથી બનાસકાંઠા અને પી. એમ. પટેલ: ઇન્ટેલીજન્સ (એચ.જે. સંપર્ક) થી જી-1 શાખા, ડી.જી.પી. કચેરી ખાતે મુકવામાં આવ્યા છે.