Site icon Gujarat Mirror

શાપર-વેરાવળમાં પરિણીતાના પુત્રને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ

રાજકોટના શાપર-વેરાવળ ખાતે આઠ-નવ મહિનાથી રિસામણે બેઠેલી પરિણીતાના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી પાડોશમાં જ રહેતા શખ્સે અવાર-નવાર દુષ્કર્મ આચર્યું, ભોગ બનનારના ફોટો વાઇરલ કરી દેવાની ધમકી આપી હેવાને રૂૂ.60 હજાર અને સોનાની કાનસર પણ પડાવી લઇ આઠ-નવ મહિના સુધી અલગ-અલગ જગ્યાએ લઇ તેણી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે મંગળવારે રાત્રિના પરિણીતા અને તેના ભાઈએ શાપર-વેરાવળ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પાડોશમાં જ રહેતો લાલો(ઉં.વ.26)નું નામ આપ્યું હતું.

આ બનાવમાં દુષ્કર્મનો ભોગ બનનાર પરિણીતાએ શાપર-વેરાવળ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,આજથી નવેક મહિના પહેલાં તેણીને તેના પતિ સાથે અણબનાવ થતાં તે શાપર-વેરાવળમાં તેના પુત્ર સાથે રહેવા લાગી હતી. ત્યારે ઘરની બાજુના જ મકાનમાં રહેતા આ લાલો નામના શખ્સે તેણીને અને તેના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી તેની સાથે અવારનવાર અનેક જગ્યાએ લઇ જઈ બળજબરીપૂર્વક શરીરસંબંધ બાંધ્યો હતો.

ભોગ બનનાર પરિણીતાએ ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, આ લાલો નામના શખ્સે તેણીના ફોટા વાઇરલ કરી દેવાની ધમકી આપી પરિણીતા પાસેથી કટકે કટકે રૂૂ.60 હજાર પડાવી લીધા હતા. હજુય સિલસિલો અટક્યો નહીં આરોપીએ પરિણીતાની કાનમાં પહેરવાની સોનાની બે સર પણ પડાવી લીધી હતી. બ્લેકમેઈલિંગ વધી જતા પરિણીતાએ અંતે તેના ભાઈને જાણ કરી દીધી હતી. ફરિયાદીના ભાઈએ પરિણીતા સાથે શાપર-વેરાવળ પોલીસ મથકમાં જઈ આરોપી વિરુદ્ધની ફરિયાદ નોંધાવતા પોલીસે આ લાલો નામના શખ્સ વિરુદ્ધ દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે.

શાપર-વેરાવળ પોલીસ મથકના પીઆઈ રાણાએ જણાવ્યા અનુસાર, ભોગ બનનાર પરિણીતાએ લગભગ નવેક માસ પૂર્વે જૂનાગઢમાં કોઈ કારણોસર ઝેર ગટગટાવ્યું હતું. પોલીસે આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.

Exit mobile version