મોબાઇલમાં વાત કરવામાં મશગૂલ પરિણીતા બીજા માળેથી પટકાતાં ઇજા

શાપર-વેરાવળમા પર પ્રાંતિય પરીણીતા મોબાઇલમા વાત કરવામા મશગુલ હતી ને બીજા માળેથી પટકાતા તેને ઇજાગ્રસ્ત હાલતમા સારવાર માટે સિવીલ હોસ્પીટલમા ખસેડવામા આવી છે. જાણવા મળતી…

શાપર-વેરાવળમા પર પ્રાંતિય પરીણીતા મોબાઇલમા વાત કરવામા મશગુલ હતી ને બીજા માળેથી પટકાતા તેને ઇજાગ્રસ્ત હાલતમા સારવાર માટે સિવીલ હોસ્પીટલમા ખસેડવામા આવી છે.

જાણવા મળતી વિગત મુજબ શાપર-વેરાવળમા બેરીંગ કંપનીમા કામ કરતી કંપનીની ઓરડીમા રહેતી રેણુકાદેવી બીપીનભાઇ રાજવંશી (ઉ. વ. રપ ) નામની પરીણીતા ગઇ કાલે સાંજે બીજા માળે મોબાઇલમા વાત કરતી હતી મોબાઇલમા મશગુલ હતી ને તેણી બીજા માળેથી નીચે પટકાતા તેને માથાનાં ભાગે તથા શરીરે ગંભીર ઇજા થતા સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલમા ખસેડવામા આવી છે.

આ અંગે સિવીલ ચોકીનાં સ્ટાફે પ્રાથમીક નોંધ કરી શાપર-વેરાવળ પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પીટલે દોડી જઇ જરુરી કાર્યવાહી કરી હતી પ્રાથમિક તપાસમા રેણુકા દેવીને સંતાનમા બે પુત્ર હોવાનુ જાણવા મળ્યુ છે.