ગુજરાત
જામનગરમા ખોજાનાકા વિસ્તારમાં પરણીતાને સાસરિયાઓનો સીતમ
ઘરમાંથી હાંકી કાઢ્યાની ફરિયાદ નોંધાઈ
જામનગરમાં ખોજાનાકા વિસ્તારમાં રહેતી એક પરણીતાને શ્વસુરપક્ષના સભ્યોએ મારકુટ કરી ત્રાસ ગુજારી ઘરમાંથી હાંકી કાઢ્યા ની ફરિયાદ મહિલા પોલીસમાં નોંધાવાઈ છે. આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ખોજા નાકા વિસ્તારમાં રહેતી શિવાની બેન પ્રવીણભાઈ ડગરા નામની 25 વર્ષની પરણીત યુવતીને અંધાશ્રમ નજીક શિવ પાર્ક ફોલોની માં રહેતા તેણીના શ્વસુરપક્ષ ના સભ્યોએ મારફૂટ કરી ત્રાસ ગુજારી ઘરમાંથી હાંકી કાઢી હતી, આથી તેણીએ જામનગરના મહિલા પોલીસ મથકના સંપર્ક સાધ્યો હતો, અને પોતાના સાસરિયાઓ સામે ત્રાસ અંગેની ફરિયાદ નોંધાવતાં પોલીસે પતિ પ્રવીણ ડોસાભાઈ ડગરા, સસરા ડોસાભાઇ હરજીભાઈ ડગરા, સાસુ કમીબેન ડોસાભાઈ ડગરા, જેઠાણી રામીબેન કરણભાઈ ડગરા, અને નણંદ લક્ષ્મીબેન ડોષાભાઈ ડગરા વગેરે સામે સ્ત્રી અત્યાચાર ધારા હેઠળ નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.