Site icon Gujarat Mirror

વહાલુડીના વિવાહ, 23 નિરાધાર દીકરીઓના લગ્ન રંગેચંગે સંપન્ન

વૈદિક મંત્રોચ્ચાર, આતશબાજી અને પરંપરાગત ગીતોની રમઝટ વચ્ચે વહાલુડીના વિવાહનાના સાતમાં પ્રસંગમાં 23 નિરાધાર દિકરીઓએ પ્રભુતામાં પગલા પાડયા હતા. આ અવસરે તમામ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. દાતાઓ પણ મન મૂકીને વરસ્યા હતા. પ્રત્યેક દિકરીઓને રૂા.51,000ની ફિકસ ડિપોઝીટ તથા ઘરવખરીની તમામ વસ્તુઓ કરીયાવર રૂપે આપવામા આવી હતી. હસ્તમેળાપના સમયે ભવ્ય આતશબાજી અને ત્યારબાદ રાષ્ટ્રવંદના સાથે દેશભકિતનો માહોલ સજીયો હતો. આ અવસરે ઉપસ્થિત 5000થી વધુ વિવિધ ક્ષેત્રોના મહાનુભાવોનુ ખેસ પહેરાવી, પુસ્તક અર્પણ કરી સ્વાગત કરવામા આવ્યું હતું. રાષ્ટ્રીય શાળા સંગીત મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓના તબલાના તાલે સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. સતત સાતમાં વર્ષો માતા-પિતા વિહોણી કે પિતાની છત્રછાયા ગુમાવેલ દિકરીઓનો જાજરમાન લગ્નોત્સવ દિકરાનુ ઘર વૃદ્ધાશ્રમ તેમજ સંજયભાઇ ધમસાણીયા પરિવાર દ્વારા કરવામા આવ્યું હતુ.

Exit mobile version