Site icon Gujarat Mirror

મનપાના બે ઝોનના લગ્ન હોલ એક સપ્તાહમાં ખૂલી જશે

સેન્ટ્રલ અને વેસ્ટ ઝોનના તમામ હોલમાં ફાયર ઈન્સ્ટોલેશનનું કામ પૂર્ણ થવામાં, NOC મળતા જ બુકિંગ ચાલુ કરાશે

શહેરના મધ્યમવર્ગીય પરિવારો પોતાના અલગ અલગ પ્રકારોના પ્રસંગો માટે મહાનગરપાલિકાના લગ્નહોલ તેમજ કોમ્યુનિટી હોલને પ્રાધાન્ય આપતા હોય છે. વ્યાજબીભાડાથી તમામ પ્રકારની સુવિધાઓ ધરાવતા મહાનગરપાલિકાના લગ્નહોલના બુકીંગ માટે લગ્નની સીઝન દરમિયાન પડાપડી થતી હોય છે. પરંતુ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ ફાયર સેફ્ટી મુદ્દે મનપાના તમામ 19 લગ્નહોલને તાળા લાગી જતાં છેલ્લા 6 માસથી પરિવારો હેરાન થઈ રહ્યા હતાં. ત્યારે હવે સેન્ટ્રલઝોન અને વેસ્ટઝોનમાં આવેલા તમામ લગ્ન હોલમાં ફાયર ઈન્સ્ટોલેશનની કામગીરી ર્પૂ થવામાં હોય આગામી સપ્તાહમાં બન્ને ઝોનના તમામ લગ્નહોલ ખુલી જશે તેમજ બુકીંગ પણ શરૂ કરવામાં આવશે તેમ જાણવા મળેલ છે.

મહાનગરપાલિકાની એસ્ટેટ વિભાગના સુત્રોમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ ટીઆરપી અગ્નિકાંડ બાદ ફાયર સેફ્ટી મુદ્દે મહાનગરપાલિકાના મોટાભાગના લગ્નહોલ પ્રસંગો માટે બંધકરવામાં આવ્યા હતાં. અમુક લગ્નહોલમાં જૂનું બાંધકામ હોય સુધારા-વધારા કરવાના થતાં હોવાથી તેમજ ફાયર સેફ્ટીના નિયમ મુજબના સાધનોની ઈન્સ્ટોલેશન કરવાનું હોય તમામ હોલને સીલ કરી દેવામાં આવેલ ત્યાર બાદ સેન્ટ્રલ-વેસ્ટ અને ઈસ્ટઝોનના લગ્નહોલમાં ફાયર સેફ્ટીના સાધનોના ઈન્સ્ટોલેશન માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાયેલ જેમાં વધુ સમય પસાર થઈ ગયો હતો. અને ટેન્ડર મુજબ કામ આપ્યા બાદ યુદ્ધના ધોરણે ફાયરના સાધનો ઈન્સ્ટોલેશન કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. છતાં દિવાળી બાદ આવતા લગ્નગાળાનો લાભ શહેરીજનોને મળી શક્યો ન હતો આથી હવે વેસ્ટઝોન અને સેન્ટ્રલઝોનમાં આવતા તમામ લગ્નહોલમાં ફાયર સાધનો ઈન્સ્ટોલેશનની કામગીરી બે-ત્રણ દિવસમાં પૂર્ણ થઈ જશે ત્યાર બાદ ફાયર એનઓસી માટે ફાયર વિભાગને સુચના આપી ઝડપથી ફાયર એનઓસી મેળવી બુંકીંગ ની કામગીરી શરૂ કરવામાં આવશે.

મનપાના 19 લગ્નહોલ ફાયર સેફ્ટીના સાધનો ન હોવાથી છેલ્લા છ માસથી સીલ કરવામાં આવ્યા છે. અને હવે ફાયર સેફ્ટીના સાધનો ઈન્સ્ટોલેશનની કામગીરી પૂર્ણ થ વામાં છે પરંતુ આગામી 15 જાન્યુઆરીથી આવતી લગ્નની સિઝન માટે અનેક પરિવારોએ અગાઉથી પ્રાઈવેટ હોલ તેમજ પાર્ટીપ્લોટ બુક કરાવી લીધા છે. જેના લીધે આગામી સપ્તાહ બાદ સંભવત બુકીંગ શરૂ કરવામાં આવે તો પણ હવે માર્ચ માસના લગ્નગાળાની સિઝન માટે લોકો આ લગ્ન હોલનો લાભ મેળવી શકશેછતાં બુકીંગ શરૂ થયા બાદ જે પરિવારોએ હજુ સુધી પોતાના પ્રસંગો માટે પ્રાઈવેટ હોલ બુક ન કરાવ્યા હોય તેને મનપાના સેન્ટ્રલઝોન અને વેસ્ટઝોનના લગ્નહોલનો લાભ મળી શકે તેમ છે.

ઈસ્ટ ઝોનના તમામ લગ્ન હોલ હજુ પણ બંધ રહેશે
મહાનગરપાલિકાના સેન્ટ્રલઝોન અને વેસ્ટઝોનમાં આવેલા તમામ લગ્નહોલ અને ઓડિટોરિયમમાં ફાયરના સાધનોનું ઈન્સ્ટોલેશન પૂર્ણ થવામાં છે. એન ટુંક સમયમાં બુકીંગની કામગીરી શરૂ કરવામાં આવશે. પરંતુ ઈસ્ટઝોનમાં આવેલા તમામ લગ્નહોલ ક્યારે ખુલશે તે કહેવું અસંભવ રહ્યું છે. કારણ કે, ત્રણેયઝોનના ફાયર સાધનો માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવે જેપૈકી વેસ્ટ અને સેન્ટ્રલઝોનના ટેન્ડરો મંજુર કરી ઈન્સ્ટોલેશનનીકામગીરી પણ પૂર્ણ કરવામાં આવી રહી છે. પરંતુ ઈસ્ટઝોનમાં રિટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હોય ટેન્ડર ભરાયા બાદ સ્ટેન્ડીંગની ંમજુરી અને વર્કઓર્ડર સહિતની કાર્યવાહીમાં સમય લાગશે પરિણામે ઈસ્ટઝોનમાં વસવાટ કરતા લોકોને લગ્નહોલનો લાભ ક્યારે મળશે તે નક્કી નથી.

Exit mobile version