બેંગકોકથી સુરત ફ્લાઇટમાં આવેલા બે મુસાફરો પાસેથી કસ્ટમ્સની ટીમે 6.40 કિલોગ્રામ ઉચ્ચ ગુણવત્તાનો ગાંજો ઝડપી પાડી આંતરરાષ્ટ્રીય સ્મગલિંગનો પર્દાફાશ કર્યો છે. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે ડ્રગ્સ સ્મગલિંગના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. બેંગકોકથી સુરત ફ્લાઇટમાં આવેલા બે મુસાફરો પાસેથી કસ્ટમ્સની ટીમે 6.40 કિલોગ્રામ ઉચ્ચ ગુણવત્તાનો ગાંજો ઝડપી પાડી આંતરરાષ્ટ્રીય સ્મગલિંગનો પર્દાફાશ કર્યો છે.
કસ્ટમ વિભાગની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ઝડપાયેલા બંને પુરુષ મુસાફરોએ અત્યંત ચાલાકીથી ગાંજાને છુપાવ્યો હતો. આરોપીઓએ ગાંજાના જથ્થાને 30 જેટલા નાના પ્લાસ્ટિક પેકેટ્સમાં પેક કર્યો હતો. આ પેકેટ્સને તેમના સામાન (લગેજ) માં એવી રીતે છુપાવ્યા હતા કે સામાન્ય તપાસમાં નજરે ન પડે. જોકે, એક્સ-રે અને શંકાસ્પદ હિલચાલના આધારે કસ્ટમ વિભાગે આ જથ્થો પકડી પાડ્યો હતો.
ચિંતાજનક બાબત એ છે કે સુરત એરપોર્ટ પર માત્ર બે દિવસના ટૂંકા ગાળામાં જ આ બીજી મોટી કાર્યવાહી છે. બે દિવસ અગાઉ પણ એરપોર્ટ પરથી નશીલા પદાર્થનો જથ્થો ઝડપાયો હતો, જે સૂચવે છે કે સ્મગલરો હવે સુરત એરપોર્ટનો ઉપયોગ નશાના રૂૂટ તરીકે કરી રહ્યા છે. કસ્ટમ વિભાગે બંને મુસાફરોની ધરપકડ કરી ગઉઙજ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે.

