Site icon Gujarat Mirror

વીંછિયાના અજમેર ગામેથી ગાંજાનું વાવેતર ઝડપાયું : ખેડૂતની ધરપકડ

તુવેરના પાક વચ્ચે ખેડૂતે ગાંજાનું વાવેતર કર્યુ હતું : પ.પપ લાખનો મુદ્દામાલ કબજે

વિંછીયાનાં અજમેર ગામે પોલીસે દરોડો પાડી તુવેરનાં પાક વચ્ચે ગાંજાનુ વાવેતર કરનાર ખેડુતની ધરપકડ કરી રૂ. પ.પપ લાખનો મુદામાલ કબજે કર્યો હતો.

મળતી વિગતો મુજબ વિંછીયાનાં અજમેર ગામે આવેલ અડીસીકી સીમમા પોલીસે દરોડો પાડી વનરાજ ભુપત ગંજેળીયાની વાડીમાથી ગાંજાનુ વાવેતર મળી આવ્યુ હતુ. તુવેરનાં પાકની વચ્ચે નાના – મોટા 24 જેટલા લીલા છોડ તેમજ પપ કિલો અને પ80 ગ્રામ જેટલો સુકો ગાંજો મળી પ.પપ લાખની કિંમતનો મુદામાલ પોલીસે કબજે કર્યો હતો.

ગાંજાનુ વાવેતર કરનાર વનરાજ કોળીની પોલીસે ધરપકડ કરી હતી. આ ગાંજો દેખાઇ નહી તે માટે તુવેરનાં પાકની વચ્ચે તેનુ વાવેતર કરવામા આવ્યુ હતુ અને આ ગાંજો તે સપ્લાય કરે તે પુર્વે પોલીસે દરોડો પાડયો હતો.

 

Exit mobile version