રાપરના મંદિર પરિસરમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું, પૂજારીની ધરપકડ

પૂર્વ કચ્છ પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે કાર્યવાહી હાથ ધરી છે. સોમવારે રાપર પોલીસે મામાદેવ મંદિર પરિસરમાંથી ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું હતું. આ મામલે મંદિરના…

પૂર્વ કચ્છ પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે કાર્યવાહી હાથ ધરી છે. સોમવારે રાપર પોલીસે મામાદેવ મંદિર પરિસરમાંથી ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું હતું. આ મામલે મંદિરના પૂજારીની ધરપકડ કરવામાં આવી છે.

પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચનાથી રાપર પોલીસ સ્ટેશનના પીઆઇ આર. એલ. ખટાણા અને તેમની ટીમ ભચાઉ નજીક પગીવાંઢ પાસે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન તેમને ગાંજાના વાવેતર અંગેની બાતમી મળી હતી.

બાતમીના આધારે પોલીસે પાલનપર રોડ નજીક પગીવાંઢ પાસે આવેલા જય હિરાસરી વાળા મામાદેવ મંદિર પરિસરમાં દરોડો પાડ્યો હતો. પોલીસે ગેરકાયદેસર રીતે વાવેલા ગાંજાના કુલ 16 છોડ કબજે કર્યા હતા.
આ દરોડા દરમિયાન મંદિરના પૂજારી સામત મમુ રબારી ઉર્ફે બાલકનાથ (રહે. સુરજપર, ભુજ)ની ધરપકડ કરવામાં આવી હતી. કબજે કરાયેલા ગાંજાના છોડની કુલ કિંમત રૂૂપિયા 1 લાખ 23 હજાર આંકવામાં આવી છે. રાપર પોલીસે આ મામલે ગઉઙજ એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.