Site icon Gujarat Mirror

ચોમાસામાં અવિરત વીજ પુરવઠો જાળવવા PGVCLમાં મેરેથોન બેઠક

એમ.ડી. કે. પી. જોષીએ તમામ સુપ્રિન્ટેન્ડીંગ અને ચીફ એન્જિનિયરોને એલર્ટ રહેવા સુચના

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (પીજીવીસીએલ)ના નવા મેનેજિંગ ડિરેક્ટર (એમડી) કે. પી. જોશીએ ચાર્જ સંભાળ્યા બાદ તેમની પ્રથમ ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.આ બેઠકમાં તેમણે કંપનીના ઉચ્ચ અધિકારીઓ સાથે આગામી ચોમાસાની તૈયારીઓ, વીજચોરી રોકવા અને લાઈન લોસ ઘટાડવા જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી આ બેઠક લગભગ પાંચ કલાક સુધી ચાલી હતી જેમા તમામ સર્કલના સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયરો અને ચીફ એન્જિનિયરો હાજર રહ્યા હતા.

બેઠકમાં ચોમાસાને લઈને વીજ પુરવઠાની સરળતા અને સલામતીની ખાતરી કરવા માટે વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતુ કે. પી. જોશીએ અધિકારીઓને પ્રિ-મોન્સૂન કામગીરી ઝડપથી પૂર્ણ કરવા અને પૂર્ણ થયેલા કામોની સમીક્ષા કરવા સૂચના આપી હતી તેમણે ચોમાસા દરમિયાન વીજ પુરવઠામાં અડચણ ન આવે તે માટે જરૂૂરી સામગ્રી (કી મટીરિયલ) હાથ પર રાખવાનો આદેશ આપ્યો હતો આ ઉપરાંત, વીજ લાઈનોની જાળવણી અને મરામતના કામોને પ્રાથમિકતા આપવા પર ભાર મૂક્યો, જેથી ચોમાસા દરમિયાન ગ્રાહકોને અવિરત વીજ પુરવઠો મળી રહે. એમડીએ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી કે, ચોમાસાની શરૂૂઆત પહેલાં તમામ જરૂૂરી તૈયારીઓ પૂર્ણ કરવી અને કોઈપણ પ્રકારની બેદરકારી ન ચલાવવી.

બેઠકમાં વીજચોરી રોકવા માટે સખત ચેકિંગ હાથ ધરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો કે. પી. જોશીએ લાઈન લોસ ઘટાડવા માટે વિશેષ ધ્યાન આપવા અને વીજચોરીને નિયંત્રણમાં લેવા માટે કડક પગલાં લેવાનું કહ્યું. તેમણે અધિકારીઓને નિયમિત ચેકિંગ અભિયાન ચલાવવા અને ગેરકાયદેસર વીજ જોડાણો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી. આ ઉપરાંત, સ્માર્ટ મીટરના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને વધુને વધુ સ્માર્ટ મીટર લગાવવા પર ભાર મૂક્યો, જેથી વીજ વપરાશનું ચોક્કસ નિરીક્ષણ થઈ શકે અને ચોરી ઘટે. આ સાથે, સોલાર રૂૂફટોપ સ્કીમને પ્રોત્સાહન આપવા માટે પણ અધિકારીઓને પ્રયાસો વધારવા જણાવ્યું, જેથી ગ્રાહકો નવીન અને ટકાઉ ઉર્જા વિકલ્પો તરફ વળે.

આ બેઠકમાં એમડીએ પીજીવીસીએલની કામગીરીને વધુ કાર્યક્ષમ અને ગ્રાહકલક્ષી બનાવવા માટે નિર્દેશ કર્યો હતો તેમણે ઉચ્ચ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી કે, તમામ નિર્દેશોનું કડક પાલન કરવું અને નિયત સમયમાં લક્ષ્યો હાંસલ કરવા.

Exit mobile version