વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે સેવા સપ્તાહની ઉજવણીના ભાગ રૂૂપે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા જામનગરમાં આજે મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં ભાજપના આગેવાનો અને નગરજ નો વિશાળ સંખ્યા માં જોડાયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિવસ નિમિતે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા સમગ્ર ભારતમાં 75 મેરેથોન દૌડનું આયોજન કરવામાં આવ્યું હતું., જે પૈકી સહુથી વધુ યુ.પી અને ગુજરાતમાં 10 શહેરો માં મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર શહેર માં આજે નશા મુક્તિ અને ફિટ ઇન્ડિયાના ઉદેશ્ય સાથે મેરેથોન યોજવામાં આવી હતી. અંડર 19 ક્રિકેટ ટિમ કેપ્ટન જય રાવલિયા તથા કોમન વેલ્થ, ગોલ્ડ મેડલ મેળવનાર જીલ મકવાણા ને જામનગર સ્તરે બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. નશામુક્તિ તથા ફિટ ઇન્ડિયા ના મુખ્ય ઉદેશ સાથે આ મેરેથોન નો આજે વહેલી સવારે પ્રારંભ થયો હતો.
જેને મેયર વિનોદ ખીમસુરીયા, સાંસદ પૂનમબેન માડમ, રાજ્ય સરકારના મંત્રી રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને રિવાબા જાડેજા , શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી વગેરે દ્વારા ઝંડી બતાવીને પ્રારંભ કરવામાં આવ્યો હતો. શહેરના લાલ બંગલાથી શરૂૂ થયેલ આ મેરેથોન દોડ ગુરુદ્વાર ચોકડી – દાંડિયા હનુમાન – વાલ્કેશ્વરી – શરૂૂ સેક્શન રોડ – સાત રસ્તાથી લાલ લાલ બંગલો સુધી પહોંચી ત્યાં પૂર્ણ થી હતી . જેમાં જામનગર શહેર ના દરેક નાગરિક, સામાજીક સંસ્થા, યુવાઓ, સેનાકર્મીઓ સહીતના લોકો મેરેથોનમાં જોડાયા હતા.

