રાજ્યની તમામ TP-DP સ્કિમના નકશા સિંગલ પોર્ટલ પર મૂકાશે

  રાજ્યમાં જમીન અને મિલકત ધારકો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. તમારી જમીન કઈ ટાઉન પ્લાનિંગ સ્કીમ (TPS) કે ડેવલપમેન્ટ પ્લાન (DP) માં આવે…

 

રાજ્યમાં જમીન અને મિલકત ધારકો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. તમારી જમીન કઈ ટાઉન પ્લાનિંગ સ્કીમ (TPS) કે ડેવલપમેન્ટ પ્લાન (DP) માં આવે છે, તે હવે માત્ર એક ક્લિકથી જાણી શકાશે. ટાઉન પ્લાનિંગ એન્ડ વેલ્યુએશન વિભાગ (TPVD) દ્વારા સમગ્ર રાજ્યના નગર નિયોજનના નકશા અને રેકોર્ડને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર લાવવાની તૈયારીઓ શરૂૂ કરવામાં આવી છે. આ નિર્ણય અંતર્ગત, DP અને TPSના તમામ નકશાઓ હવે એક જ ઓનલાઈન Web-GIS પોર્ટલ પર દેખાશે, જેનાથી સરકારી કચેરીઓના ધક્કા ખાવાની અને ફાઈલોની તપાસ કરવાની જરૂૂરિયાત ઘટી જશે.

આ પ્રોજેક્ટ હેઠળ 26 જેટલા સત્તામંડળોની વિકાસ યોજનાઓ અને સેંકડો ટાઉન પ્લાનિંગ સ્કીમ્સનું સંપૂર્ણ ડિજિટાઈઝેશન કરવામાં આવશે, જેનું જમીન રેકોર્ડ અને પરવાનગી વ્યવસ્થા સાથે પણ જોડાણ કરાશે. હાલમાં, વિકાસ યોજનાઓ અને નકશાઓ ક્યાંક જૂની હાર્ડકોપીમાં, ક્યાંક અલગ અલગ CAD નકશામાં તો ક્યાંક વિવિધ ૠઈંજ સિસ્ટમમાં વેરવિખેર છે. આ નવી વેબ-આધારિત ભૌગોલિક માહિતી પ્રણાલી (Web-GIS) પોર્ટલ તૈયાર થવાથી ક્યાં રસ્તો બનવાનો છે, ક્યાં રહેણાંક વિસ્તાર રહેશે અથવા કોઈ જમીન કયા ઉપયોગ માટે નિયત છે તે તમામ માહિતી નકશામાં સ્પષ્ટ જોઈ શકાશે. બે લાખ હેક્ટરથી વધુ વિસ્તારના નકશા ઓનલાઈન મુકાશે અને ઝઙ સ્કીમની જાહેરાતથી લઈને મંજૂરી સુધીની તમામ પ્રક્રિયા ડિજિટલ બનશે.
પોર્ટલ પર નાગરિકો ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષાઓમાં સરળતાથી પોતાનો વિસ્તાર, યોજના, તબક્કા અને સત્તામંડળના આધારે નકશાઓ શોધી શકશે.

આ સિસ્ટમ માત્ર નકશા જોવા પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ તેમાં ડેટા અને અઈં (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) નો ઉપયોગ કરીને નિર્ણય પ્રક્રિયામાં પણ સહાય લેવામાં આવશે. અધિકારીઓને કાનૂની નોટિસ, મંજૂરી અને ડ્રાફ્ટ તૈયાર કરવા જેવી કામગીરીમાં એઆઇ મદદરૂૂપ થશે. વધુમાં, આ પોર્ટલને મહેસૂલ વિભાગની જમીન રેકોર્ડ વ્યવસ્થા અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ડેટા એપ્લિકેશન સાથે પણ જોડવાનું આયોજન છે. જોકે, શરૂૂઆતના તબક્કે પોર્ટલ પરનો નકશો એ જમીનના ઝોનિંગ કે માલિકી અંગેનું કાનૂની પ્રમાણપત્ર ગણાશે નહીં, પરંતુ ભવિષ્યમાં તેને ઓનલાઈન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમ સાથે સાંકળવામાં આવશે.

આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ 12 મહિનામાં ત્રણ તબક્કામાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો છે. પ્રથમ ત્રણ મહિનામાં પ્રાથમિક પોર્ટલ તૈયાર થશે, છ મહિનામાં સંપૂર્ણ કાર્યરત Web-GIS પોર્ટલ બનશે અને 12 મહિનામાં અદ્યતન સુધારા-વધારા સાથેનું પોર્ટલ અમલમાં આવશે. આંકડાકીય દ્રષ્ટિએ, 2,01,480 હેક્ટર વિસ્તારની 26 સત્તામંડળોની વિકાસ યોજનાઓ અને 2,123 હેક્ટર વિસ્તારની 411 જેટલી TPS આવરી લેવામાં આવશે. આ ઓનલાઈન પોર્ટલ બનવાથી નાગરિકો પોતાની જમીન કઈ યોજનામાં આવે છે તે સરળતાથી જાણી શકશે, મંજૂર નકશા જાતે જોઈ શકશે અને પારદર્શિતા વધવાથી સરકારી કચેરીઓની ભીડ તેમજ હેરાનગતિમાંથી મુક્તિ મેળવશે.