Site icon Gujarat Mirror

ઉપલેટામાં કડાકા ભડાકા અને તોફાની પવનથી અનેક વૃક્ષો તથા વીજપોલ પડ્યા

ઉપલેટા અહીંયા ગઈકાલે રાત્રિના દસ વાગ્યાથી વીજળીના કડાકા ભડાકા સાથે તથા તોફાની પવન સાથે શરૂૂ થયેલ હતો ઉપલેટા શહેરમાં એક ઇંચ વરસાદ પડેલ હતો ની ચાણ વાળા વિસ્તાર પાણી ભરેલા હતા શહેરમાં ની તમામ ગરબીઓ તથા પાર્ટી પ્લોટો બંધ રહ્યા હતા ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં લાઠ તથા મજેઠી તથા સમઢીયાળા ગ્રામમાં બે થી અઢી ઇંચ વરસાદ જ્યારે ખીરસરા ઘેટીયા તથા કોલકી તથા મોટી પાનેલી એક ઇંચ વરસાદ પડેલ હતો જ્યારે તાલુકાના ડેમ ઉપર 30મી વરસાદ પડેલ છે.

ડેમના બે પાટીયા એક ફૂટ ખોલવામાં આવેલા હતા જ્યારે વેણુ 2 ડેમ ઉપર 55 મીમી વરસાદ નોંધાયેલ છે ડેમના બે પાટીયા એક ફૂટ ખોલવામાં આવેલ છે એ જૂની મામલતદાર ઓફિસ પાસે ત્રણ વૃક્ષ ધરાસાઈ થયેલા હતા તથા ખાખીજાળીયા રોડ ઉપર આવેલી દ્વારકાધીશ સોસાયટીમાં પાસે વીજ ટ્રાન્સફોર્મ ઉપર વૃક્ષ ધરાશાય થયેલા હતું જેના કારણે શહેરમાં એક એક કલાક વીજળી ખોવાઈ ગઈ હતી ઘટના સ્થળ ઉપર ઉપલેટા મામલતદાર નિખિલ મહેતા તથા નગરપાલિકાના સ્ટાફ તથા જીઈબી ના સ્ટાફ તાત્કાલિક રીપેરીંગ કરીને શરૂૂ કરેલ હતો ભારે પવન ના કારણે ખેતરમાં ઉભેલા પાક કપાસ તથા એરડા તેમજ અન્ય પાકમાં ભારે નુકસાની થયેલ છે

 

Exit mobile version