Site icon Gujarat Mirror

ચાલુ રેડે સાંસદ મોહન કુંડારિયા જમાઇના ઘરે પહોંચતા અનેક તર્ક-વિતર્ક

આજે મોરબીમાં ર્તિથક પેપર મીલના માલિક અને પૂર્વ સાંસદ કુંડારિયાના વેવાઇ જીવરાજભાઇ ફુલતરીયાને ત્યાં ઇન્કમટેકસના દરોડા સવારથી ચાલી રહયા છે. ત્યારે આ દરોડાની કાર્યવાહી દરમિયાન અચાનક સાંસદ મોહનભાઇ કુંડારિયા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા.


જેથી અનેક સવાલો ઉભા થયા છે. સામાન્ય રીતે ઇન્કમટેકસ વિભાગની કાર્યવાહી ચાલુ હોય ત્યારે ઘરના સભ્યો સિવાય કોઇપણ બહારની વ્યકિત અંદર પ્રવેશી શકતી નથી.


પરંતુ આજે વાઇરલ થયેલ વીડિયોમાં સાંસદ મોહનભાઇ કુંડારિયા ઘરની બહાર રહેલા સુરક્ષા અધિકારીઓ સાથે વાતચીત કરીને ઘરમાં પ્રવેશતા જોઇ શકાય છે. થોડીવાર બાદ તે બહાર પણ નિકળતા દેખાય છે. ચાલુ રેડ દરમિયાન રાજકારણી અને સાંસદ શા માટે અંદર ગયા હતા અને અંદર જઇને અધિકારીઓ સાથે વાતચીત કે ભલામણ કરી હતી કે કેમ તે સહિતના પ્રશ્ર્નો ઉદ્ભવ્યા છે.

Exit mobile version