ગુજરાત
મનપાની મેગા ડ્રાઈવ, 8 રેંકડી-18 પથારા, 8 પૂતળા જપ્ત
જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ ગઈકાલે સાંજે ફાયર શાખા અને પોલીસને સાથે રાખીને જાહેર માર્ગ ઉપર દબાણ સર્જતા રેંકડી, પથારા અને દુકાનવાળાઓ સામે જપ્તીની ઝુંબેશ હાથ ધરી હતી. જેને લઈને દબાણ કરનારાઓમાં ભારે દોડધામ થઈ હતી. સાથો સાથ લાયસન્સ વિના ફટાકડા ના વેચાણ કરતા વિક્ર્તાઓને ત્યાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જ્યાં ત્રણ વિક્રેતાઓ પાસે ફટાકડા વેચાણનું લાયસન્સ ન હોવાથી આવા ત્રણ વેચાણ કેન્દ્ર બંધ કરાવવામાં આવ્યા હતા.
ગઈકાલે સાંજે દરબારગઢ સર્કલ ઉપરાંત બર્ધનચોકથી ખંભાળીયા ગેઈટ, દિગ્વિજય પ્લોટ સુધી એસ્ટેટ શાખા, ટ્રાફિક શાખા અને પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, અને જાહેર માર્ગ પર અડચણ રૂૂપ આઠ રેકડી, 18 પથારા તેમજ કપડાની દુકાનની બહાર ટ્રાફિકને અડચણ થાય તે રીતે રાખવામાં આવેલા ફેન્સી ડ્રેસ માટેના કપડા સાથેના આઠ પૂતળા પણ જપ્ત કરવામાં આવ્યા હતા.