ગુજરાત

સેન્ટ્રલ બેન્ક રોડ પર મનપાની ફૂડશાખા ત્રાટકી: અનેક દુકાનોમાંથી લેવાયા સેમ્પલ

Published

on

મીઠાઇ-ફરસાણના સેમ્પલ લઇ લેબોરેટરીમાં મોકલ્યા


જામનગર શહેરમાં દિવાળીના તહેવારોને અનુલક્ષીને મીઠાઈ ફરસાણના વિક્રેતાઓને ત્યાં શુદ્ધ અને સાત્વિક સામગ્રી મળી રહે, તેના ભાગરૂૂપે જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા વિશેષ ચેકિંગ રાખવામાં આવી રહયું છે, અને મીઠાઈ ફરસાણાના સેમ્પલો એકત્ર કરવામાં આવી રહ્યા છે.


જામનગરમાં નગરપાલિકાની ફુડ શાખાએ આજે સેન્ટ્રલ બેન્ક રોડ પર આવેલી સંખ્યાબંધ મીઠાઈ ફરસાણની દુકાનોમાં સામુહિક રીતે ચેકિંગ હાથ ધર્યું હતું, અને દુકાનમાં રાખવામાં આવેલી તૈયાર મીઠાઈઓ તેમજ ફરસાણ વગેરેના સેમ્પલો એકત્ર કરીને લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેને લઈને ભારે દોડધામ થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version