રૂા.7.78 લાખની ઠગાઇમાં ફરાર એકદંત શરાફી મંડળીનો સંચાલક પકડાયો

રૈયા રોડ પર સદગુરૂૂ તિર્થધામમાં આવેલી એકદંત શરાફી મંડળીના સંચાલક નિલેશ જોષી સામે રોકાણ પર ઉંચા વળતરની લાલચ આપી લોકોના નાણાં ઓળવી જવા અંગે જીપીઆઇડી-…

રૈયા રોડ પર સદગુરૂૂ તિર્થધામમાં આવેલી એકદંત શરાફી મંડળીના સંચાલક નિલેશ જોષી સામે રોકાણ પર ઉંચા વળતરની લાલચ આપી લોકોના નાણાં ઓળવી જવા અંગે જીપીઆઇડી- છેતરપિંડી અંગેના ત્રણ વધુ ગુના નોંધાઇ ચૂકયા છે.જેમાં ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં આરોપી બે માસથી નાસતો ફરતો હોય પોલીસે મંડળીના સંચાલક નિલેષ જોશીને ઝડપી લઇ જરૂૂરી કાર્યવાહી કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ,ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ એચ.પી.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.બી.ઝાલા તથા ટીમ તપાસમાં હતી.

દરમિયાન ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાયેલા જીપીઆઇડી એકટના ગુનામાં બે માસથી નાસતા ફરતા એકદંત શરાફી મંડળીના સંચાલક નિલેષ રજનીકાંતભાઇ જોશી(રહે. શ્રીજી કૃપા, અલ્કાપુરી સોસાયટી, શેરી નં.5, સદગુરૂૂ કોમ્પ્લેકસવાળી શેરી રૈયારોડ) ને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી. વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, એકદંત મંડળીના સંચાલક નિલેષ જોશી સામે અગાઉ ગાંધીગ્રામ પોલીસ મથકમાં મંડળીમાં રોકાણ પર ઉંચા વળતરની લાલચ આપી રોકાણકારોના પૈસા ઓળવી જવા અંગે ત્રણથી વધુ ગુના નોંધાઇ છે.

જેમાં અગાઉ નોંધાયેલા રૂૂ.7.78 લાખની છેતરપિંડી અને જીપીઆઇડી એકટના ગુનામાં આરોપી ફરાર હતો. પોલીસે એવી અપીલ પણ કરી છે કે, સારા વળતરની લાલચ આપી રોકાણ કરાવી છેતરપિંડી કરનાર મંડળી સંચાલકના ભોગ બનનાર અન્ય રોકાણકારો પણ ફરિયાદ કરવા માટે પોલીસનો સંપર્ક કરે.