Site icon Gujarat Mirror

14 વર્ષની સગીરાનું અપહરણ કરનાર શખ્સ બંગાળથી પકડાયો, દુષ્કર્મ-પોકસોની કલમનો ઉમેરો કરાયો

રૂૂખડીયાપરા વિસ્તારમાંથી ત્રણ માસ પૂર્વે ગુમ થયેલી 14 વર્ષીય સગીરાને પશ્ચિમ બંગાળ ખાતેથી શોધી લેવાઈ હતી. પ્ર.નગર પોલિસે સગીરાનું અપહરણ કરી જનાર શખ્સની ધરપકડ કરી ફરિયાદમાં દુષ્કર્મ-પોક્સો એક્ટ સહીતની કલમોનો ઉમેરો કરી કાયદેસરની કાર્યવાહી આદરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ, ગઇ તા.11/12ના રોજ રૂૂખડીયાપરાની 14 વર્ષીય સગીરા પોતાની બેહેનના ઘરે જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ ભેદી રીતે ગુમ થઇ જતાં સગીરાની માતાએ પ્ર.નગર પોલિસ મથકમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી હતી.

ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા શરીર સંબંધિત અને મિલકત સંબંધિત ગુનાઓ ડિટેક્ટ કરવા આપવામાં આવેલી સૂચનાને પગલે પ્ર.નગર પોલીસ મથકના પીઆઈ વી આર વસાવાની રાહબરીમાં અનડીટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરવા માટે પીએસઆઈ જે.બી.રાણીંગાની ટીમે ટેકનિકલ સોર્સ તથા હ્યુમન રિસોર્સથી ચોક્કસ હકીકત મેળવી પશ્ચિમ બંગાળના પૂર્બ બર્ધમાન જિલ્લાના બોરા ગામ ખાતેથી અપહરણ કરનાર આરોપી રાજેશ મહાદેબ સંતરાની ધરપકડ કરી સગીરાને મુક્ત કરાવી પરિવારના હવાલે કરી હતી.વધુમાં રાજેશ સંતરાએ સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યાની ખરાઈ થતાં પોલીસે અપહરણના ગુનામાં દુષ્કર્મ અને પોક્સો એક્ટની કલમોનો ઉમેરો કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે, અગાઉ સગીરા એક કારખાનામાં મજૂરી કરવા જતી હતી ત્યારે તેનો પરિચય રાજેશ સાથે થતાં બંને વચ્ચે મિત્રતા બંધાઈ હતી.જે બાદ રાજેશ સગીરાને લગ્નની લાલચ આપી પશ્ચિમ બંગાળ ખાતે ભગાડી ગયો હતો.આ કામગીરી પ્ર.નગર પોલીસ મથકના પીઆઈ વી આર વસાવા, પીએસઆઈ જે બી રાણીંગા, એમ.જે વરુ, હેડ કોન્સ્ટેબલ કિશોરભાઈ ચુડાસમા, કોન્સ્ટેબલ ક્રિષ્નાબેન સીતાપરા દ્વારા કરવામાં આવી હતી.

Exit mobile version