Site icon Gujarat Mirror

અમદાવાદમાં રૂા.13.59 કરોડની છેતરપિંડીમાં 10 મહિનાથી વોન્ટેડ શખ્સ કોલકીથી ઝડપાયો

રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે આરોપીને સોલા પોલીસ હવાલે કર્યો

અમદાવાદ શહેર સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમા દાખલ થયેલ કુલ રૂૂ.13,59,05,578 ના વિશ્વાસઘાત તથા છેતરપીંડીના ગુનામા છેલ્લા 10 માસથી ફરાર શખ્સને રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે કોલકીથી ઝડપી લીધો હતો.

રાજકોટ જીલ્લામાં વોન્ટેડ આરોપીઓને પકડવા જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર દ્વારા સુચના આપવામાં આવતા જે અનુશંધાને રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. શાખાના પી.આઈ વી.વી.ઓડેદરાની રાહબરી હેઠળ તથા પીએસઆઈ એચ.સી.ગોહીલ, કે.એમ.ચાવડા,આર.વી.ભીમાણી તથા પેરોલ ફર્લો સ્કોડના પીએસઆઈ પી.એન.ભરવાડ સાથે એલ.સી.બી.ની ટીમે ઉપલેટા વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન એલ.સી.બી. શાખાના પો.હેડ કોન્સ. મનીષભાઈ વરૂૂ તથા પો. હેડ કોન્સ. મનદીપસિંહ જાડેજાને ટેકનીકલ સોર્સ મારફતે મળેલ હકીકત આધારે અમદાવાદ શહેર સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનના રૂૂ.13,59,05,578 ના વિશ્વાસઘાત તથા છેતરપીંડીના ગુનામા છેલ્લા 10 માસથી ફરાર નવનીતભાઈ રમેશભાઈ રબારા પાનેલી રોડ, કોલકી ગામમાં હોય તેની કોલકી માંથી પકડી પાડી સોલા પોલીસ હવાલે કર્યો હતો.

રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. પી.આઈ વી.વી.ઓડેદરા,પીએસઆઈ એચ.સી.ગોહીલ, કે.એમ.ચાવડા, આર.વી.ભીમાણી તથા પેરોલ ફર્લો સ્કોડના પી.એન.ભરવાડ તથા એ.એસ.આઇ. અનીલભાઇ બડકોદીયા, બાલક્રુષ્ણભાઈ ત્રીવેદી તથા ભાવેશભાઈ ચાવડા તથા પો.હેડ કોન્સ. મનીષભાઈ વરૂૂ, રમણીકભાઈ મણવર, ધર્મેશભાઇ ચાવડા, અર્જુનભાઈ ડવેરા, અરવીંદસીંહ જાડેજા, રસીકભાઈ જમોડ, મનદીપસિંહ જાડેજા, પો.કોન્સ. ભરતભાઈ ગમારા, શક્તિસિંહ ઝાલા, ઈશીતભાઈ માણાવદરીયા, નિકુંજભાઈ સુતરીયા, શક્તિસિંહ જાડેજા, ડ્રા.પો.કોન્સ. અબ્દુલભાઈ શેખ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

Exit mobile version