Site icon Gujarat Mirror

પ્રોહિબિશનના 19 ગુનામાં સંડોવાયેલો શખ્સ વધુ એક વખત દારૂની હેરાફેરીમાં ઝડપાયો

કારમાં રાખેલી 106 બોટલ સાથે બે બૂટલેગરની ઘરપકડ : મુદ્દામાલ જપ્ત કરાયો

 

જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાંથી સીટી સી. ડિવિઝનના પોલીસ સ્ટાફે વોચ ગોઠવી 19 જેટલા દારૂૂના ગુનામાં પકડાયેલા એક બુટલેગર ને કારમાં ઈંગ્લીશ દારૂૂની હેરાફેરી કરવા અંગે પકડી પાડયો છે. પોલીસે 106 નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલી ના જથ્થા અને કાર સાથે બે શખ્સો ની અટકાયત કરી છે, જ્યારે 23 જેટલા ગુનામાં સંડોવાયેલા નાઘેડી ના રામ ઉર્ફે રામકો નામના શખ્સ એ સપ્લાય કર્યો હોવાથી તેને ફરારી જાહેર કરાયો છે.

આદરોડા ની વિગત એવી છે કે જામનગરમાં ગોકુલ નગર રડાર રોડ પર રહેતો કેયુર ઉર્ફે કઇલો ગિરીશભાઈ ડોબરીયા કે જેની સામે જામનગર શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ઈંગ્લીશ દારૂૂની હેરાફેરી અને વેચાણ અંગેના 19 ગુના નોંધાયા છે, જેના પર પોલીસ દ્વારા નજર રાખવામાં આવી રહી હતી.

દરમિયાન સિટી સી. ડિવિઝનના પી.એસ.આઇ.આર.ડી ગોહિલ અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ઉપરોક્ત બુટલેગર દ્વારા એક કારમાં ઈંગ્લીશ દારૂૂની હેરાફેરી કરવામાં આવી રહી છે, અને નાઘેડી તરફથી કારમાં ઈંગ્લીશ દારૂૂ ભરીને જામનગરમાં આવી રહ્યો છે.

જે બાતમી ના આધારે પોલીસ ટુકડીએ અયોધ્યા નગર શેરી નંબર છ પાસે વોચ ગોઠવી દરોડો પાડ્યો હતો.
જે દરોડા દરમિયાન જીજે ટેન સી. એન. 3591 નંબરની ડસ્ટન કંપનીની પરેડી ગોથ કાર પસાર થતાં તેને અટકાવીને તલાસી લીધી હતી. જે કારમાંથી 106 નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલી નો જથ્થો મળી આવ્યો હતો.

આથી પોલીસે કાર અને ઇંગ્લિશ દારૂૂ સહિત રૂૂપિયા સવા લાખની માલમતા કબજે કરી હતી, જયારે કારની અંદર બેઠેલા કેયુર ઉર્ફે કઈલો ગિરીશભાઈ ડોબરીયા તેમજ તેના સાગરીત ગુમાનસિંહ તખુભા જાડેજા ની અટકાયત કરી લેવામાં આવી છે. પોલીસ દ્વારા બંનેની પૂછપરછ ચલાવવામાં આવી હતી, જે દરમિયાન તેઓએ ઉપરોક્ત દારૂૂ નો જથ્થો જામનગર નજીક નાઘેડી માં રહેતા રામ ઉર્ફે રામકો જીવાભાઇ મોઢવાડિયા નામના મેર જ્ઞાતિ ના શખ્સ એ સપ્લાય કર્યો હોવાનું કબુલ્યું હતું. જે આરોપી સામે દારૂૂ અને મારા મારી સહિતના 23 ગુનાઓ અલગ અલગ પોલીસ મથકમાં નોંધાઈ ચૂક્યા છે. જેને ઉપરોક્ત દારૂૂના કેસમાં ફરારી જાહેર કરાયો છે અને પોલીસ તેને શોધી રહી છે.

Exit mobile version