ક્રાઇમ

ઘંટેશ્ર્વર એસઆરપી કેમ્પ પાસેથી કારમાંથી 98 હજારના દારૂ સાથે શખ્સ ઝડપાયો

Published

on

116 બોટલ દારૂ અને કાર મળી કુલ રૂા.3.48 લાખનો મુદ્દામાલ કબજે


શહેરના જામનગર રોડ પર ઘંટેશ્ર્વર નજીક પીસીબીની ટીમે દરોડો પાડી કારમાંથી 98 હજારના દારૂ સાથે વર્ધમાન નગરના શખ્સને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


જાણવા મળતી વિગત મુજબ, પીસીબીના હેડ કોન્સ્ટેબલ રાહુલ ગીરી ગોસ્વામી સહિતનો સ્ટફ પેટ્રોલીંગમાં હતો ત્યારે ઘંટેશ્ર્વર એસઆપી કેમ્પ નજીક રત્નમ બંગ્લોઝ તરફ રોડ પર જતા વિદેશી દારૂ ભારેલી કાર ઉભી હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડી કારને ઝડપી લઇ તેની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલ નં.116 કિંમત રૂા.98298 મળી આવી હતી. તેથી પોલીસે કાર ચાલક અક્ષય ઉર્ફે મુનો દિલીપભાઇ પંડ્યા (રહે. વર્ધમાન નગર ઓરમ કસ્તુરી એપાર્ટમેન્ટ)ને ઝડપી લઇ દારૂ અને કાર મળી કુલ રૂા.3,48,298નો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version