જામનગરમાંથી શખ્સ ઇંગ્લિશ દારૂ સાથે પકડાયો

જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ દિગજામ ઓવરબ્રિજ નીચેથી એક શખ્સને ઇંગલિશ સાથે ઝડપી લીધો છે, ત્યારે તેને દારૂૂ સપ્લાય કરનાર શખ્સને ફરારી જાહેર કર્યો…

જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ દિગજામ ઓવરબ્રિજ નીચેથી એક શખ્સને ઇંગલિશ સાથે ઝડપી લીધો છે, ત્યારે તેને દારૂૂ સપ્લાય કરનાર શખ્સને ફરારી જાહેર કર્યો છે.

જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે ચોક્કસ બાતમીના આધારે ત્યાંથી ઇંગ્લિશ દારૂૂની હેરાફેરી કરી રહેલા વિરમભાઈ વિનોદ હરજીભાઈ દનેચા નામના શખ્સને ઝડપી લીધો છે, અને તેની પાસેથી 10 નંગ નાની ઈંગ્લીશ દારૂૂની બાટલીનો જથ્થો કબજે કર્યો છે. ઉપરોક્ત દારૂૂ તેને જામનગરમાં રહેતા જયેશ પિંગળ નામના શખ્સે સપ્લાય કર્યો હોવાનું સામે આવતાં તેને ફરારી જાહેર કર્યો છે, અને તેની શોધખોળ હાથ ધરી છે.