ક્રાઇમ
કોઠારિયા સોલવન્ટ નજીકથી દારૂ ભરેલી કાર સાથે શખ્સ ઝડપાયો
શહેરની ભાગોળે રાજકોટ ગોંડલ હાઇવે પર કોઠારીયા સોલવન્ટ નજીકથી પોલીસે બાતમીના આધારે રૂા.53 હજારનો દારૂ ભરેલી કાર સાથે ગોંડલના શખ્સને ઝડપી લઇ ધોરણ સરની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ પી.સી.બીના હેડકોન્સ્ટેબલ હરદેવસિંહ રાણા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન ગોંડલ હાઇવે પર કોઠારીયા સોલવન્ટ નજીક કાંગસીયાળી ગામના પાટીયા પાસે દારૂ ભરેલી કાર સાથે એક શખ્સ ઊભો હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડી કારની તલાશી લેતા ડેકીમાંથી અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલ નંગ-96 કીંમત રૂા.53496 મળી આવતા પોલીસે દારૂ અને કાર મળી કુલ રૂપિયા 3.03.496નો મુદ્દામાલ કબજે કરી કાર ચાલક ગૌરવ અરૂણભાઇ જેઠવા રહે ભોજરાજ પરા ગોંડલની ધરપકડ કરી ધોરણ સરની કાર્યવાહી હાથ ધરી છે.