Site icon Gujarat Mirror

ઢેબર રોડ પર ટ્રાન્સપોર્ટની ઓફિસમાંથી બિયરના ટીન સાથે શખ્સ ઝડપાયો

ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી 12 ટીન કબ્જે કર્યા

ક્રાઇમ બ્રાંચની ટીમે શહેરના ઢેબર રોડ જુના જકાતનાકા પાસે ટ્રાન્સપોર્ટની ઓફિસમાં દરોડો પાડી અહીંથી બિયરના 12 ટીન સાથે આફ્રિકા કોલોની પાસે કૈલાશધારામાં રહેતા ટ્રાન્સપોર્ટના ધંધાર્થીની ધરપકડ કરી હતી.
દારૂૂના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, ક્રાઇમ બ્રાંચના હેડ કોન્સ. અર્જુનભાઇ જળુ અને કોન્સ. ગોપાલભાઇ પાટીલ પેટ્રોલીંગમાં હતા દરમિયાન બાતમી મળી હતી કે, ઢેબર રોડ પર જુના જકાતનાકા પાસે આવેલી શ્રીરાજ રોડ લીંક ટ્રાન્સપોર્ટ ધરાવનાર શખસે પોતાની ઓફિસમાં દારૂૂ રાખ્યો છે.

આ બાતમીના આધારે પોલીસે શ્રીરાજ રોડ નામની આ ઓફિસમાં દરોડો પાડયો હતો. પોલીસે અહીં તપાસ કરતા ઓફિસમાં સોફામાં કોથળી પડી હોય તેમાં જોતા રૂૂ.2,640 ની કિંમતના બિયરના 12 ટીન મળી આવ્યા હતાં.જેથી પોલીસે અહીં હાજર ટ્રાન્સપોર્ટના ધંધાર્થી દિનેશ ડાયાભાઇ ભંડેરી(ઉ.વ 60 રહે. આફ્રિકા કોલોની, કૈલાશધારા-1, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર પાસે,રાજકોટ) સામે પ્રોહિબિશન એટકની કલમ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Exit mobile version