Site icon Gujarat Mirror

કેસરી પુલ પાસે ચાઇનીઝ દોરીના 1પ ફીરકા સાથે શખ્સ ઝડપાયો

હાલ મકરસંક્રાતીના આડે હવે 1પ દિવસ રહયા છે ત્યારે પોલીસ સ્ટાફ દ્વારા પ્રતિબંધીત ચાઇનીઝ દોરીનુ વેચાણ કરતા તેમજ તુકકલનુ વેચાણ કરતા શખ્સો સામે પોલીસ સ્ટાફ દ્વારા કાર્યવાહી શરૂ કરવામા આવી છે. ત્યારે ગઇકાલે પ્રનગર પોલીસ મથકના ચાંપરાજભાઇ ખવડ, મયુરસિંહ જાડેજા, વનરાજભાઇ બોરીચા સહીતનો સ્ટાફ પેટ્રોલીંગમા હતો ત્યારે બાતમીના આધારે કેશરી પુલ પાસે આવેલા રઝવી પાન પાસેથી એક શખ્સને ચાઇનીઝ દોરીના 1પ ફીરકા સાથે ઝડપી લીધો હતો.

આ મામલે તેમની પુછપરછ કરવામા આવતા તેમનુ નામ વિશાલ દિનેશભાઇ ડાભી હોવાનુ જણાવ્યુ હતુ તેમજ પોતે ભગવતીપરામા આવેલા ધરમનગર શેરી નં 3 મા રહેતો હોવાનુ રટણ કરતો હતો. આ મામલે તેમની પાસે રહેલી પ્રતિબંધીત મોનોસ્કાય કંપનીના સ્ટીકરવાળી ચાઇનીઝ દોરી મળી આવતા તેમની સામે જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરી હતી. આ મામલે હેડ કોન્ટેબલ જે. એલ. વાવડીયા તપાસ ચલાવી રહયા હતા.

Exit mobile version