પ્રભાસ પાટણમાં દેશી બનાવટની પિસ્તોલ સાથે શખ્સ ઝડપાયો

પોલીસે રૂા.32700નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયદિપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના ઈં/ઈ પોલીસ…

પોલીસે રૂા.32700નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી

ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયદિપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના ઈં/ઈ પોલીસ ઇન્સ્પેકટર ડી.બી.ગઢવી ની રાહબરી હેઠળ પ્રભાસ પાટણ પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ એસ.જે.સોલંકી તથા સર્વલન્સ પોલીસ સ્ટાફના માણસો ગઇ તા.25/05/2026 ના રોજ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન વિસ્તારમા જનરલ નાઇટ રાઉન્ડમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન પો.સબ.ઇન્સ એસ.જે.સોલંકી . તથા પો.હેડ.કોન્સ કે.જે.પરમાર ને મળેલ સંયુક્ત બાતમી હકિકત આધારે નીચે જણાવેલ નામ સરનામા વાળા ઇસમને પ્રભાસ પાટણ સફારી સર્કલ ત્રણ રસ્તા પાસે ગે.કા.રીતે પરવાના લાયસન્સ વગર દેશી બનાવટની પીસ્તોલ (હથિયાર)-01 તથા મેગઝીન-01 તથા જીવતા કાર્ટીઝ નંગ-07 સાથે પકડી લઇ નીચે જણાવેલ મજકુર વિરૂૂધ્ધ પ્રભાસ પાટણ પો.સ્ટે. ગુ.ર.નં. 11186004260277/2026 થી ગુન્હો રજી કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.મુદામાલ મા દેશી બનાવટની પિસ્તોલ કિ રૂૂપિયા 30000, જીવચા કાર્ટીઝ અને મોબાઈલ સહિત રૂૂપિયા 32700 કબ્જે કરેલ છે હોમતદાર નુ નામ રમાંકાંત અનિલભાઇ ગુપ્તા ઉ.વ.29 ધંધો.મજુરી રહે.કે.25 સેક્ટર 58 ગામ.બિશનપુરા તા.ગૌતમબુધ્ધ નગર જી.નોઇડા રાજ્ય ઉતર પ્રદેશ.