Site icon Gujarat Mirror

જામનગરમા 95 બોટલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

પોલીસ દ્વારા આરંભડામાં સપ્લાયરને ફરાર જાહેર કરાયો

જામનગરમાં ખોડિયાર કોલોની નજીક હિમાલય સોસાયટી શેરી નંબર પાંચમાં રહેતા સાગર વિજયભાઈ ચાચાપરા નામના શખ્સના રહેણાંક મકાનમાં બહારથી આયાત કરીને ઇંગ્લિશ દારૂૂની બાટલીનો જથ્થો ઉતારવામાં આવ્યો છે, અને તેનું ખાનગીમાં વેચાણ થઈ રહ્યું છે.

તેવી ચોક્કસ બાતમીના આધારે પોલીસ સ્ટાફે દોડી જઈ ગઈ રાત્રે દરોડો પાડયો હતો. જે દરોડા દરમ્યાન રહેણાક મકાનમાંથી જુદી જુદી બ્રાન્ડનની 95 નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો.આથી પોલીસે રૂૂપિયા એક લાખથી વધુ ની કિંમત નો ઇંગલિશ દારૂૂ કબજે કરી લીધો છે, અને આરોપી સાગર વિજયભાઈ ચાચાપરા ની અટકાયત કરી લઇ તેની સામે દારૂૂબંધી ભંગ બદલ ગુનો નોંધ્યો છે. પોલીસની પૂછપરછ દરમિયાન ઉપરોક્ત દારૂૂ દેવભૂમિ દ્વારકા જિલ્લાના આરંભડા ગામના ભગત રાણાભાઇ નામના શખ્સ દ્વારા સપ્લાય કરાયો હોવાનું સામે આવતાં તેને ફરારી જાહેર કરાયો છે.

Exit mobile version