બોટાદમાંથી 730 ગ્રામ ગાંજા સાથે શખ્સ ઝડપાયો

ભાવનગર રેન્જ આઇ.જી રાજેન્દ્ર અસારી તેમજ બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માની સૂચના આપવામાં આવેલ હોય જે સૂચના ને લઈને બોટાદ જિલ્લા SOG ના ઇન્ચાર્જ…

ભાવનગર રેન્જ આઇ.જી રાજેન્દ્ર અસારી તેમજ બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માની સૂચના આપવામાં આવેલ હોય જે સૂચના ને લઈને બોટાદ જિલ્લા SOG ના ઇન્ચાર્જ PI જી.એમ.પાવરા તેમજ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના PI પી.જી. ડાવરા, SOG ના PSI એ. એમ. રાવલ તેમજ SOG પોલીસ સ્ટાફના ગોવિંદભાઈ ગળચર, જયેશભાઈ ધાંધલ, યુવરાજસિંહ પરમાર, રાજેશભાઈ વિદાણી, જામસંગ ડોડીયા, શિવરાજ ભોજક, અજયસિંહ ગોહિલ, યોગેન્દ્રસિંહ સરવૈયા, ગાયત્રીબેન જોશી, આશાબેન જમોડ, પરબતસિંહ પરમારે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે બોટાદ SOG પોલીસે રેડ કરતા શૈલેષભાઈ મોહનભાઈ ઉર્ફે.મનસુખભાઈ ડોડીયા ના રેણાકી મકાનમાંથી 730 ગ્રામ ગાંજો જેની કિંમત 36,500 ઇલેક્ટ્રીક વજન કાંટો જેની કિંમત 500 મળી કુલ 37,000ના મુદ્દામાલ સાથે ઈસમને ઝડપી લઇ તેની વિરુદ્ધ એન. ડી. પી. એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસર કાર્યવાહી કરવામાં આવી છે.