વિતરાગ સોસાયટીમાંથી ઓનલાઈન આઈડી પર ક્રિકેટ સટ્ટો રમતો શખ્સ ઝબ્બે

શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી વિતરાગ સોસાયટીમાંથી પોલીસે ઓનલાઈન આઈ.ડી.ઉપર ક્રિકેટ સટ્ટો રમતાં શખ્સને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જાણવા મળતી વિગત મુજબ, પીસીબીના…

શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી વિતરાગ સોસાયટીમાંથી પોલીસે ઓનલાઈન આઈ.ડી.ઉપર ક્રિકેટ સટ્ટો રમતાં શખ્સને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જાણવા મળતી વિગત મુજબ, પીસીબીના એએસઆઈ મયુર પાલરીયા, કોન્સ્ટેબલ હિરેન સોલંકી સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો.

દરમિયાન ગાંધીગ્રામમાં આવેલી વિતરાગ સોસાયટીમાં જૈન દેરાસર પાસે એક શખ્સ ઉભો હોય જે પોતાના ટેબલેટમાં ક્રિકેટ સટ્ટો રમતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી જય ઉર્ફે કાનો હસમુખભાઈ રાઠોડ (રહે.ગાંધીગ્રામ શેરી નં.9)ને ઝડપી લઈ તેની પાસે રહેલા ટેબલેટની તપાસ કરતાં તેમાં ડી.આર.સિકસ.એક્ષ્ચેન્જ ડોટ કોમ નામની આઈ.ડી.ખુલી હોય જેમાં હાલમાં ચાલી રહેલી આઈપીએલની જૈન્નાઈ અને દિલ્હી વચ્ચેની ટી-20 મેચ પર સટ્ટો રમતો હોવાનુ ખુલતાં પોલીસે તેની ધરપકડ કરી ટેબલેટ સહિત કુલ રૂા.15 હજારનો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.