જામનગરમાં બાઇક પર વિદેશી દારૂનો જથ્થો લઈને નીકળેલો શખ્સ ઝડપાયો

જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં હર્ષદ ની ચાલી પાસેથી બાઈક પર ઇંગ્લિશ દારૂૂની હેરાફેરી કરી રહેલા એક શખ્સને પોલીસે ઝડપી લીધો છે,…

જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં હર્ષદ ની ચાલી પાસેથી બાઈક પર ઇંગ્લિશ દારૂૂની હેરાફેરી કરી રહેલા એક શખ્સને પોલીસે ઝડપી લીધો છે, જેને દારૂૂ સપ્લાય કરનાર જામનગરના અન્ય બે શખ્સો ના નામ ખુલ્યા છે, જે બંનેને ફરારી જાહેર કરાયા છે.

જામનગરમાં ગઈ રાતે હર્ષદમીલની ચાલી પાસે રજવાડી ટી નજીક જાહેર રોડ ઉપર સર્વેલન્સ સ્કોડ દ્વારા રેઇડ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન ઇરફાન દાઉદભાઈ જુણેજા (ઉં.વ. 23, રહે. ધરારનગર-2, રેલ્વે ફાટક પાસે, સાતનાળા, જામનગર)ને ટીવીએસ જ્યુપીટર મોટર સાયકલ નં. જીજે-10-ઇકે-1373 સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.

તપાસ દરમિયાન આરોપીના કબ્જામાંથી પરમીટ વગરનો ભારતીય બનાવટનો વિદેશી દારૂૂ ભરેલા પ્લાસ્ટિકના કંપની સીલબંધ ચપટા નંગ-69, કિંમત રૂૂ. 8,625 નો જથ્થો મળી આવ્યો હતો. ઉપરાંત એક મોબાઇલ ફોન કિંમત રૂૂ. 8,000 તથા જ્યુપીટર મોટર સાયકલ કિંમત રૂૂ. 50,000 મળી કુલ રૂૂ. 66,625 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

આ ગુનામાં સદામ હુસેન સુમરા રહે. શંકર ટેકરી તથા વિપુલ ટાંક રહે. ડી-પ્લોટ, હીંગળાજ ચોક પાસે નામના બે આરોપીઓના નામો ખુલ્યા હતા, જે બન્નેને ફરાર જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર કાર્યવાહી પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ ડોડીયા, સર્વેલન્સ સ્કોડ, સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી હતી, જ્યારે વધુ તપાસ વી.જે. સોનગરા પો.હેડ કોન્સ્ટેબલ ચલાવી રહ્યા છે.