Site icon Gujarat Mirror

લોહાનગરમાં કચરો ફેંકવા મામલે પ્રૌઢની હત્યાનો પ્રયાસ કરનાર ઝડપાયો

ગોંડલ રોડ પર લોહાનગરમા રહેતા જીવરાજભાઇ મકવાણા પર કચરો નાખવા મામલે ઉષાબેન ઉર્ફે ડોન, સની પરમાર અને કુલદીપ પરમાર સહીત 3 શખ્સોએ ધારીયા , છરી અને પથ્થરનાં ઘા કરી હુમલો કર્યો હતો. આ ઘટનામા યુવરાજભાઇનાં પુત્ર કિશન મકવાણાની ફરીયાદ પરથી ત્રણેય વિરુધ્ધ ગુનો નોંધવામા આવ્યો હતો.

આરોપીઓ અવાર નવાર પોતાના ઘરનો કચરો કિશનભાઇનાં ઘર પાસે ફેકતા હોય જેથી તેમને કિશનભાઇના પત્ની સમજાવવા જતા અને કચરો દુર ફેકવાનુ કહેતા મામલો બીચકયો હતો અને આરોપીઓએ હુમલો કર્યો હતો. આ ઘટનામા સામા પક્ષે સની પણ સિવીલ હોસ્પીટલમા માર માર્યાના આક્ષેપ સાથે દાખલ થયો હતો. એ ડીવીઝન પોલીસ સ્ટેશનમા નોંધાયેલી ફરીયાદ બાદ એલસીબી ઝોન ર ની ટીમના એએસઆઇ જે. વી. ગોહીલ, એએસઆઇ રાજુભાઇ મિયાત્રા, રાહુલભાઇ ગોહેલ, શકિતસિંહ ગોહેલ અને કુલદીપસિંહ રાણા સહીતનાં સ્ટાફે લોહાનગર મફતીયાપરામા રહેતા આરોપી કુલદીપ કિરીટભાઇ પરમારની ધરપકડ કરી એ ડીવીઝન પોલીસને સોપ્યો હતો.

Exit mobile version