ક્રાઇમ
દુષ્કર્મના ગુનામાં જેલમાંથી પેરોલ મેળવી ફરાર શખ્સ ઝડપાયો
કુવાડવા રોડ વિસ્તારમાં યુવતી ઉપર દુષ્કર્મ ગુર્જારવા અને એટ્રોસીટીના ગુન્હામાં જેલમાં રહેલા શખ્સે પેરોલ મેળવી ફરાર થઇ જતા તે મોરબીમાં હોવાની બાતમીના આધારે પેરોલ ર્ફ્લો સ્કર્વોડની ટીમે તેને ઝડપી લઇ જેલ હવાલે ર્ક્યો હતો. રાજકોટના ભાવનગર રોડ પર માંડા ડુંગર પાસે સદગુરુ પાર્કમાં રહેતા જીગર ઉર્ફે જીગો પરબત ભાદરકા (ઉ.વ.27) સામે કુવાડવા રોડ પોલીસ મથકમાં દુષ્કર્મ અને એટ્રોસીટીનો ગુન્હો નોંધાયો હોય જેમાં તે જેલમાં હતો આશરે દોઢ મહિના પૂર્વે જીગરે જેલમાંથી પેરોલ મેળવ્યા બાદ તેને જેલમાં હાજર થવાનું હોય પરંતુ તે હાજર થયો ન હોય.
જીગર મોરબીના રાધેભાઇના ભરડીયા ખાતે હોવાની ચોક્સ બાતમી પેરોલ ર્ફ્લો સ્કર્વોડને મળી હતી. જેના આધારે દરોડો પાડી જીગરને ઝડપી લઇ તેને ફરી જેલ હવાલે કરવામાં આવ્યો છે. પેરોલ ર્ફ્લો સ્કર્વોડના પી.આઇ. સી.એચ.જાદવ સાથે પી.એસ.આઇ. જે.જે.તેરૈયા, અમૃતભાઇ મકવાણા, ઝહીરભાઇ ખફીક, ધર્મેન્દ્રસિંહ ઝાલા, રાજદિપસિંહ ચૌહાણ, કુલદીપસિંહ જાડેજા, રોહિતભાઇ કછોટ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.