ગુજરાત
રણછોડનગરમાં બેંક ડિફોલ્ટરના મકાનનો કબજો લેતા મામલતદાર
નાગરિક બેંકની લોન નહીં ભરતા પગલું
રાજકોટ કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ મામલતદાર એસ. જે. ચાવડા, મામલતદાર, રાજકોટ શહેર(પૂર્વ) ની સૂચના મુજબ સત્યમ શેરસીયા, સર્કલ ઓફિસર દ્વારા ઘી સિક્યુરાઈઝેન એક્ટ હેઠળ મિલકત નો કબ્જો લીધો હતો.
રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા ચડોતરા નીરૂૂબેન રાજેન્દ્રભાઈ ને રાજકોટ શહેરના રણછોડ નગર વિસ્તારમાં શેરી નં.-9માં આવેલ ૐ નામ નુ મકાન કે જેના રેવન્યુ સર્વે નંબર 132 પૈકીની બિન ખેડવાણ અને રહેણાંકના ઇમારત બાંધવાની મંજૂરી વાળા ટીપી સ્કીમ નંબર 8 એફ પી નંબર 53 પ્લોટ નંબર 231+232/3 ની જમીન ચો. વા. 92-09 ઉપર આવેલ મકાન નો કબજો તારીખ:-12/11/2024 ના રોજ રાજકોટ કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ મામલતદારશ્રી એસ. જે. ચાવડા, મામલતદાર, રાજકોટ શહેર(પૂર્વ) ની સૂચના મુજબ સત્યમ શેરસીયા, સર્કલ ઓફિસર દ્વારા ઘી સિક્યુરાઈઝેન એક્ટ હેઠળ મિલકત નો કબ્જો લીધો હતો. મિલકત ઉપર તા. 31/07/2011 સુધીની બાકી પડતી લહેણી રકમ રૂૂ. 17,20,074-60 અને ત્યારબાદના ચડત વ્યાજની રકમની વસુલાત માટે કબજો લેવામાં આવ્યો હતો.