કોઠારિયા યુએલસીની ફાજલ જમીન ઉપર ખડકાયેલું કારખાનુ તોડી પાડતાં મામલતદાર

ગુજરાત મિરર, રાજકોટ તા.31 રાજકોટ જિલ્લામાં સરકારી જમીન પર દબાણ કરનારા તત્વો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહીનો દોર જારી રાખવામાં આવ્યો છે. રાજકોટ તાલુકા મામલતદાર…

ગુજરાત મિરર, રાજકોટ તા.31
રાજકોટ જિલ્લામાં સરકારી જમીન પર દબાણ કરનારા તત્વો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહીનો દોર જારી રાખવામાં આવ્યો છે. રાજકોટ તાલુકા મામલતદાર મકવાણાની સૂચના અને સીધા માર્ગદર્શન હેઠળ આજે તાલુકા મામલતદારની ટીમ દ્વારા કોઠારીયા વિસ્તારમાં ત્રાટકીને યુએલસીની ફાજલ જમીન ખુલ્લી કરાવવાની મોટી કાર્યવાહી કરવામાં આવી હતી.

250 ચોરસ મીટર જમીન પર હતું દબાણ મળતી માહિતી મુજબ, કોઠારીયામાં આવેલી અંદાજે 250 ચોરસ મીટર જેટલી યુએલસીની ફાઝલ જમીન પર રમેશ સાવલિયા નામના શખ્સ દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું. આ જમીન પર તંત્રની પરવાનગી વગર આખો કારખાનાનો શેડ ઉભો કરી દેવામાં આવ્યો હતો. આ બાબત ધ્યાન પર આવતા જ વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું. પોલીસ કાફલા સાથે ડિમોલિશન તાલુકા મામલતદારની સૂચના બાદ મામલતદાર ભૂમિબેન લાવડીયા, નાયબ મામલતદારજોશી અને તલાટી કલ્પના ગોરની ટીમ પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. તંત્રની ટીમે જેસીબીની મદદથી ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા કારખાનાના શેડને તોડી પાડ્યો હતો.

અંદાજે 2 કરોડની કિંમતની જમીન ખુલ્લી કરાઈ તંત્રની આ કડક કાર્યવાહીને પગલે ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. મામલતદાર કચેરીના સૂત્રોના જણાવ્યા અનુસાર, ખુલ્લી કરાવવામાં આવેલી આ 250 ચોરસ મીટર જમીનની બજાર કિંમત અંદાજે 2 કરોડ રૂૂપિયા જેટલી થવા જાય છે. આગામી સમયમાં પણ સરકારી જમીન પર થયેલા દબાણો હટાવવા માટે આ પ્રકારની ઝુંબેશ ચાલુ રહેશે તેવા સંકેતો તંત્ર દ્વારા આપવામાં આવ્યા છે.