Site icon Gujarat Mirror

I.N.D.I.A. ગઠબંધનનું નેતૃત્વ કરવા મમતા બેનરજી તૈયાર

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ તાજેતરની હરિયાણા અને મહારાષ્ટ્રની ચૂંટણીમાં I.N.D.I.A. ગઠબંધનના ખરાબ પ્રદર્શન પર અસંતોષ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે, પજો તક આપવામાં આવે તો હું INDIAગઠબંધનનો નેતૃત્વ કરવા તૈયાર છું.


એક ઈન્ટરવ્યૂમાં તૃણમૂલ કોંગ્રેસ ના વડા મમતા બેનરજીએ જણાવ્યું હતું કે હું બંગાળના મુખ્યમંત્રી તરીકે મારી ભૂમિકા ચાલુ રાખીને પણ વિપક્ષનો મોરચો સંભાળવાની બેવડી જવાબદારી આરામથી લઈ શકું છું. મેંI.N.D.I.A. ગઠબંધનની રચના કરી હતી, હવે તેનું સંચાલન કરવાની જવાબદારી મોરચાનું નેતૃત્વ કરનારાઓની છે. જો તેઓ તેને ચલાવી ન શકતા હોય તો હું શું કરી શકું? હું માત્ર એટલું જ કહીશ કે આપણે બધાને સાથે લઈને ચાલવું પડશે.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે એક મજબૂત ભાજપ વિરોધી દળ તરીકેની પ્રતિષ્ઠા હોવા છતાં તમે શા માટેI.N.D.I.A. ગઠબંધનનો હવાલો નથી લઈ રહ્યા? તેના પર મમતા બેનરજીએ જણાવ્યું હતું કે, જો મને તક મળશે તો હું તેનું સુચારુ રીતે કામ સુનિશ્ચિત કરીશ. હું બંગાળની બહાર જવા માંગતી નથી, પરંતુ હું તેને અહીંથી પણ ચલાવી શકું છું.

Exit mobile version