Site icon Gujarat Mirror

IPLમાં હરરાજી કરનાર મલ્લિકા સાગર કરોડો રૂપીયાની માલિક

આઇપીએલ 2025 મેગા ઓક્શન માટે કાઉન્ટડાઉન શરૂૂ થઈ ગયું છે. દરેક ક્રિકેટ ફેન્સની નજર હવે આ મેગા ઈવેન્ટ પર અટકેલી છે. જેમાં 574 ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવશે, પરંતુ તેમાંથી માત્ર 204 ખેલાડીઓ જ વેચી શકાશે. આઇપીએલ ઈતિહાસની પ્રથમ મહિલા ઓક્શનર મલ્લિકા સાગર ફરી એકવાર ખેલાડીઓ પર બોલી લગાવવા માટે તૈયાર છે.


આઇપીએલ 2024ની ઓક્શન દરમિયાન મલ્લિકા સાગરને પહેલીવાર ઓક્શનર તરીકે જોવામાં આવી હતી. મલ્લિકાએ પ્રો કબડ્ડી લીગમાં પણ કામ કર્યું છે. ઓક્શનમાં તેની સફર 25 વર્ષથી ચાલી રહી છે. જેની શરૂૂઆત મુંબઈની પ્રખ્યાત પંડોલ આર્ટ ગેલેરીથી થઈ હતી. મલ્લિકાએ આધુનિક અને સમકાલીન ભારતીય કલાને સમર્પિત પ્રથમ ઓક્શનની આગેવાની લીધી હતી.


જો મલ્લિકાની નેટવર્થની વાત કરીએ તો રિપોર્ટ મુજબ મલ્લિકા સાગરની નેટવર્થ લગભગ 15 મિલિયન ડોલર એટલે કે 1,26,63,20,764.50 રૂૂપિયા છે. મલ્લિકાએ ફિલાડેલ્ફિયાની બ્રાયન નેવર કોલેજમાંથી કલા ઈતિહાસનો અભ્યાસ કર્યો છે. આ પછી, વર્ષ 2001 માં, મલ્લિકાએ ઓક્શન કંપની ક્રિસ્ટીઝમાં તેના કરિયરની શરૂૂઆત કરી. તે સમયે મલ્લિકા 26 વર્ષની હતી. ઈન્ડિયન પ્રીમિયર લીગની શરૂૂઆત વર્ષ 2008માં થઈ હતી. આઈપીએલના પહેલા 10 વર્ષમાં ઓક્શનરની ભૂમિકા રિચર્ડ મેડલીએ ભજવી હતી. હ્યુ એડમ્સને મેડલી પછી આ ભૂમિકા માટે કાસ્ટ કરવામાં આવ્યો હતો. જે બાદ મલ્લિકા સાગરે વર્ષ 2024માં એન્ટ્રી કરી હતી.

Exit mobile version