રાષ્ટ્રીય
ગુરુગ્રામમાં મોટી દુર્ઘટના: શોર્ટસર્કિટના કારણે મકાનમાં લાગી ભયંકર આગ, 4 લોકો જીવતા ભુંજાયા
હરિયાણાના ગુરુગ્રામથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. સરસ્વતી એન્ક્લેવના જી બ્લોકમાં એક મકાનમાં ભયંકર આગ લાગી હતી. આગમાં ચાર લોકો જીવતા જીવતા ભુંજાયા છે. તમામ મૃતકો ગારમેન્ટ કંપનીમાં ટેલરનું કામ કરતા હતા.
મળતી માહિતી મુજબ ગુરુગ્રામના સરસ્વતી એન્ક્લેવના જી બ્લોકમાં શુક્રવારે રાત્રે લગભગ 2 વાગ્યે આગ લાગી હતી. આગના કારણે ચાર લોકોના મોત થયા હતા. જીવતા સળગેલા લોકોની ઉંમર 18 વર્ષથી 28 વર્ષની વચ્ચે છે.
પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે કે તમામ લોકો ગારમેન્ટ કંપનીમાં દરજી તરીકે કામ કરતા હતા. તમામ મૂળ બિહારના છે. મૃત્યુ પામેલા લોકોમાં એક પરિણીત હતો. તેમની પત્ની અને બાળકો દિવાળીના તહેવાર માટે ઘરે ગયા હતા.