માઇક્રોસોફ્ટનો મોટો નિર્ણય! ભારત સહિત 4 દેશોના 60 હજાર કર્મચારીઓને સ્વૈચ્છિક નોકરી છોડવાની ઓફર

    વિશ્વની દિગ્ગજ ટેકનોલોજી કંપની માઇક્રોસોફ્ટને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કંપનીએ આશરે 60 હજાર કર્મચારીઓને સ્વૈચ્છિક રીતે નોકરી છોડવાની ઓફર આપી છે.…

 

 

વિશ્વની દિગ્ગજ ટેકનોલોજી કંપની માઇક્રોસોફ્ટને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કંપનીએ આશરે 60 હજાર કર્મચારીઓને સ્વૈચ્છિક રીતે નોકરી છોડવાની ઓફર આપી છે. આ ઓફર સ્વીકારનારા કર્મચારીઓને કંપની દ્વારા એકસાથે મોટી રકમ ચૂકવવામાં આવશે. આ ઉપરાંત કંપની તેમને તેમની ભવિષ્યની કારકિર્દીનું આયોજન કરવામાં મદદરૂપ થાય તેવા સંસાધનો પણ પૂરા પાડશે. આ માહિતી માઇક્રોસોફ્ટના સત્તાવાર બ્લોગ પોસ્ટ દ્વારા આપવામાં આવી છે. આ ઓફર ભારત, યુનાઇટેડ સ્ટેટ્સ, યુનાઇટેડ કિંગડમ અને કેનેડામાં કાર્યરત કર્મચારીઓ માટે ઉપલબ્ધ છે, જેમાં વિશ્વભરના લગભગ 60,000 કર્મચારીઓનો સમાવેશ થાય છે.

મળતી માહિતી મુજબ, આ ઓફર ભારત, અમેરિકા, કેનેડા અને બ્રિટનમાં કામ કરતા એવા કર્મચારીઓ માટે છે, જેઓ લેવલ 70 અથવા તેનાથી નીચલા હોદ્દા પર કાર્યરત છે. માઇક્રોસોફ્ટમાં હાલમાં કુલ 2.23 લાખ જેટલા કર્મચારીઓ કામ કરે છે, જેમાંથી આશરે 23 હજાર કર્મચારીઓ ભારતમાં છે. જોકે, ભારતમાં કેટલા કર્મચારીઓ આ ઓફર માટે પાત્ર બનશે, તે અંગે હજુ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ભારતમાં પાત્ર કર્મચારીઓએ પહેલી ડિસેમ્બર સુધીમાં પોતાનો નિર્ણય લેવાનો રહેશે.

કંપની આ નિર્ણય પાછળ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI ટેક્નોલોજીમાં થઈ રહેલા મોટા રોકાણને મુખ્ય કારણ માનવામાં આવે છે. AI સિસ્ટમોના વિકાસ અને વિસ્તરણ પાછળ કંપની મોટા પ્રમાણમાં ખર્ચ કરી રહી છે.

હાલમાં, ભારતમાં માઇક્રોસોફ્ટના લગભગ 23,000 કર્મચારીઓ છે. જોકે, તેમાંથી કેટલા કર્મચારીઓ આ ‘વોલન્ટરી એક્ઝિટ પ્રોગ્રામ’ માટે પાત્ર હશે તે હજુ સ્પષ્ટ નથી. અહેવાલો અનુસાર, ભારતમાં પાત્ર કર્મચારીઓ પાસે નિર્ણય લેવા માટે 1 ડિસેમ્બર સુધીનો સમય છે. કંપની તમામ પાત્ર કર્મચારીઓને ઈમેલ મોકલી રહી છે, જેમાં આ વિદાય ઓફરની શરતો અને નિયમોની વિગતો આપવામાં આવી છે.

કંપનીના જણાવ્યા મુજબ, કર્મચારીઓને આ ઓફરની વિગતો ખૂબ જ ટૂંકા ગાળામાં મોકલી દેવામાં આવશે, જેનાથી તેઓ નાણાકીય અને સંસ્થાકીય સહાય સાથે કંપનીમાંથી સ્વેચ્છાએ બહાર નીકળવાનો વિકલ્પ પસંદ કરી શ