સાવરકુંડલા અને ગાધકડા વચ્ચે રેલવે ટ્રેક ધોવાઈ જતા મહુવા સુરત એક્સપ્રેસ ટ્રેન કેન્સલ કરવામા આવી

સાવરકુંડલા અને લીલીયા પંથકમાં ભારે વરસાદના કારણે પાણીનું પુર અને વરસાદી પાણીથી સાવરકુંડલા અને લીલીયા રેલવે સ્ટેશન વચ્ચે સાવરકુંડલા તાલુકાના જીરા રોડ અને ભેંસવડી ગામ…

સાવરકુંડલા અને લીલીયા પંથકમાં ભારે વરસાદના કારણે પાણીનું પુર અને વરસાદી પાણીથી સાવરકુંડલા અને લીલીયા રેલવે સ્ટેશન વચ્ચે સાવરકુંડલા તાલુકાના જીરા રોડ અને ભેંસવડી ગામ નજીક રેલવે ટ્રેક પર ભારે વરસાદ અને પૂરના પ્રવાહમાં રેલવે ટ્રેકનું ધોવાણ થઈ ગયું હોવાથી તા.06/07/26 ના રોજ ટ્રેન નંબર 19256 મહુવા સુરત એકસપ્રેસ ટ્રેન રદ કરવામાં આવી હતી.

મહુવા સુરત એક્સપ્રેસ ટ્રેન મહુવાથી 5:30 એ ઉપડી ટ્રેન રાજુલા 6:15 પહોચી હતી આ ટ્રેન સાવરકુંડલા રેલવે સ્ટેશન ખાતે 7:38 એ પહોંચવાનો ટાઈમ હોય છે જેના બદલે સાવરકુંડલા અને ગાધકડા રેલવે સ્ટેશન વચ્ચે રેલવે ટ્રેક પર ગારો અને વરસાદી ઓવાળ ભરાઈ જવાનાં કારણે ટ્રેનને બે કલાક સુધી ગાધકડા રેલવે સ્ટેશન ખાતે રોકી દેવામાં આવી હતી ત્યાર બાદ રાત્રે 9:45 એ ટ્રેન સાવરકુંડલા ખાતે પહોંચી હતી.

સાવરકુંડલા અને લીલીયા વચ્ચે જીરા રોડ સ્ટેશન અને ભેંસવડી સ્ટેશન વચ્ચે બોરાળા ગામ નજીક રેલવે ટ્રેકની બંને સાઈડ નું ધોવાણ થતા મહુવા સુરત ટ્રેન આગળ વધી શકે તેમ ન હોવાથી રેલવે વિભાગે રાત્રે નવ કલાકે સાવરકુંડલા રેલવે સ્ટેશન ખાતે એલાઉન્સ કરી ટ્રેન રદ ની જાહેરાત કરી આપવામાં આવી હતી મહુવા સુરત ટ્રેન રદ થયા બાદ સાવરકુંડલા રેલવે સ્ટેશન ખાતે રોકી દેવામાં આવી હતી અને સાવરકુંડલા રેલવે સ્ટેશનના મુસાફરો તથા ટ્રેનમાં સવાર મુસાફરોને રેલવે વિભાગ દ્વારા ટિકિટ ના પૈસા પરત આપ્યા હતાં.

સાવરકુંડલા અને ગાધકડા રેલવે સ્ટેશન વચ્ચે રેલવે ટ્રેકનું ધોવાણ થતા ધોળા મહુવા પેસેન્જર ટ્રેન ચાર કલાક સુધી રોકી રખાઈ સાવરકુંડલા અને ગાધકડા રેલવે સ્ટેશન વચ્ચે રેલવે ટ્રેક નું ભારે વરસાદ પૂરના કારણે ધોવાણ થતા ટ્રેન નંબર 59235 ધોળા મહુવા પેસેન્જર ટ્રેન ને સાવરકુંડલા રેલવે સ્ટેશન ખાતે સાંજે પાંચ વાગ્યાં થી રાત્રે 9 વાગ્યાં સુધી રોકવામાં આવી હતી.