ગોંડલ અક્ષર મંદિરે મહંત સ્વામી મહારાજની પધરામણી

સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર સમા સુપ્રસિદ્ધ યાત્રાધામ ગોંડલના અક્ષર મંદિરે બીએપીએસના વડા મહંત સ્વામી મહારાજની તા. 04/11/2026, બુધવારના રોજ પધરામણી થઈ છે. આ માટે અક્ષર મંદિરના સમગ્ર…

સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર સમા સુપ્રસિદ્ધ યાત્રાધામ ગોંડલના અક્ષર મંદિરે બીએપીએસના વડા મહંત સ્વામી મહારાજની તા. 04/11/2026, બુધવારના રોજ પધરામણી થઈ છે. આ માટે અક્ષર મંદિરના સમગ્ર પરિસરને શણગારવામાં આવ્યું છે. મહંત સ્વામી મહારાજના ગમન પથને પુષ્પ રંગોળી દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. સાફાધારી બાઈક સવાર યુવાનોએ મહંતસ્વામી મહારાજનું સ્વાગત નૂતન ગુરુફૂળ થી અક્ષરઘાટ સુધી કર્યું હતું. ત્યારબાદ અક્ષર બેન્ડના યુવાનોએ બેન્ડવાદનની સૂરાવલિ દ્વારા મહંતસ્વામીને અક્ષર મંદિર સુધી સત્કાર્યા હતા. મહંત સ્વામીએ અક્ષર મંદિરે પધારી અક્ષર દેરી તથા અક્ષર મંદિરમાં ઠાકોરજીના દર્શન કર્યા હતા. અક્ષર મંદિરનું પરીસર હરિભકતોથી ચિક્કાર ભરાઈ ગયું હતું.

ગોલ્ફ કાર્ટમાંથી જ યોગી સ્મૃતિ મંદિરે ગુરુ ચરણે શિશ ઝુકાવી ભાવપૂર્ણ દર્શન કરી યોગી સભા મંડપમાં આયોજીત અભિવાદન સભામાં પધાર્યા હતા. સભામંડપ હરિભક્તોથી ચિક્કાર ભરાઈ ગયો હતો. સૌ મહંતસ્વામી મહારાજને વધાવવા માટે થનગની રહ્યા હતા. અહી વરિષ્ઠ સંતોએ કલાત્મક હાર પહેરાવી મહંતસ્વામી મહારાજનું સ્વાગત અભિવાદન કર્યું હતું. મહંત સ્વામી મહારાજના આગમન નિમિત્તે વ્રત અને તપ કરનાર અનેક હરિભક્તો માટે મહંત સ્વામીએ પારણાનું શરબત પ્રસાદી ભૂત કર્યું હતું. અક્ષરમંદિરમાં તેમના પ્રત્યક્ષ સાંનિધ્યમાં દિપાવલી, નૂતનવર્ષ અને અન્નકુટ ઉત્સવ ધામધૂમથી ઉજવાશે. સ્વામીના રોકાણ દરમ્યાન સ્વાગત દિન, બાળદિન, યુવાદિન અને ગ્રામ્યદિનની પ્રેરક પ્રસ્તુતિ પણ રજૂ થશે.