’IIT બાબા’ – જેને અભય સિંહ તરીકે પણ ઓળખવામાં આવે છે – જેમણે પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન પોતાની કડકડાટ અંગ્રેજી અને ગહન આધ્યાત્મિક સૂઝથી લાખો લોકોનું ધ્યાન ખેંચ્યું હતું, તે ફરી એકવાર હેડલાઇન્સમાં છે. જો કે, આ વખતે કારણ કોઈ આધ્યાત્મિક પ્રવચન નથી, પરંતુ એક મોટી જીવન બદલી નાખનારી ઘટના છે. મહાકુંભ દરમિયાન ’રહસ્ય બાબા’ તરીકે વાયરલ થયેલા અભય સિંહ લગ્નગ્રંથિથી જોડાયા છે.
તેમની દુલ્હન બીજું કોઈ નહીં પણ બેંગલુરુ સ્થિત એક હાઇ-પ્રોફાઇલ એન્જિનિયર છે. બાબાના લગ્નના ફોટા ઇન્ટરનેટ પર તોફાન મચાવી રહ્યા છે, સોશિયલ મીડિયામાં બાબાના તેમની પત્નિ સાથેના ફોટો અવે વીડિયો વાયરલ થઈ રહ્યા છે.
તેમની પત્નીનું નામ પ્રતિકા છે. તે પણ એક એન્જિનિયર છે અને કર્ણાટકની રાજધાની બેંગલુરુની છે. આ દંપતી પહેલી વાર લગભગ એક વર્ષ પહેલા મળ્યા હતા. શરૂૂઆતમાં, તેઓ ગાઢ મિત્રો હતા. પછીથી, તેમની મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. આઠ મહિના પછી, આ દંપતીએ લગ્ન કર્યા. શિવરાત્રીના શુભ પ્રસંગે તેઓએ લગ્ન કર્યા હતા. બંને જણાવે છે કે તેઓ તેમના લગ્નથી ખૂબ જ ખુશ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બેંગલુરુના એન્જિનિયર અભય સિંહ અને પ્રતિકાના લગ્ન 15 ફેબ્રુઆરીના રોજ હિમાચલ પ્રદેશની મનોહર ખીણો વચ્ચે થયા હતા. રસપ્રદ વાત એ છે કે, આ અંગે તેમણે કોઈને જાણ કરી ન હતી પણ પિતાના ઘરે પહોંચતા લગ્નની વાત સામે આવી છે. અભય સિંહ સોમવારે હરિયાણાના ઝજ્જરમાં પહોંચ્યા. જો કે, આ વખતે તે એકલા નહોતા; તેમની પત્ની પ્રતિકા તેમની સાથે હતી. અભય સિંહે જણાવ્યું કે તેઓ તેમના માતાપિતા અને પરિવારના અન્ય સભ્યોને મળવા ઝજ્જર આવ્યા હતા. અભય સિંહ મૂળ ઝજ્જરના સસરૌલી ગામના વતની છે. તેઓ તેમની પત્ની પ્રતિકા સાથે ઝજ્જર તહસીલ ઓફિસ પહોંચ્યા હતા.

