Site icon Gujarat Mirror

ખંભાળિયામાં ફુલના પૂરતા ભાવ ન મળતા ખેડૂતે ઉભા પાકમાં રોટાવેટર ફેરવ્યું

 

 

ખંભાળિયા પંથકમાં આ વર્ષે ખેડૂતોએ વિવિધ પ્રકારના ફૂલોનું વાવેતર કર્યું છે. પરંતુ તેઓને પૂરતા ભાવ ન મળતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ વચ્ચે રામનગર વિસ્તારમાં એક ખેડૂતે પોતાના ફૂલોના પાકમાં રોટાવેટર ફેરવી દીધાનું સામે આવ્યું છે.

ખંભાળિયા નજીક આવેલા રામનગર વિસ્તારમાં રહેતા રાજેશભાઈ મૂળજીભાઈ કણજારીયા નામના એક ખેડૂતે પોતાના ખેતરમાં ગલગોટાના ફૂલોનું વાવેતર કર્યું હતું અને તેમને વિપુલ પ્રમાણમાં પાક પણ ઉત્પન્ન થયો હતો. આ વચ્ચે ફૂલોના ભાવની ગગડી ગયેલી માર્કેટ વચ્ચે ખેતરમાંથી ફૂલ વીણવાની મજૂરી જેટલા પણ પૈસા ઉપજતા ન હોય, આથી તેમણે ગલગોટાના ફૂલના ઉભા પાકમાં રોટાવેટર મશીન ફેરવી દીધું હતું.

Exit mobile version